તુલસીશ્યામાં નાનદીવેલા વિસ્તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી. સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ. વસાવડા ખાંભા દોડી આવ્યા હતા.
સિંહને 18 નખ હોય છે. આગળના પગમાં 4-4 અને પાછળના પગમાં 5-5 નખ હોય છે.

ખાંભા તુલસીશ્યામ રેન્જનાં કોઠારીયા રાઉન્ડ પર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોડો કરતું આવતું આવ્યું છે. સિંહનું મોત કુદરતી રીતે થયું છે, એવું જાહેર પણ કરી દીધું હતું. જંગલ વિસ્તારમાં ઘટના બની હોવાથી સિંહના નખ કોઈ લઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એવું કંઈ બન્યું નથી. જંગલી પ્રાણી ઝરખ, નોરિયો, ઘરખોડયું લઈ ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.
નખ માટે તપાસ થઈ રહી છે અને નખ મળી આવશે એવું જાહેર કર્યું હતું. પણ હજુ સુધી નખ મળ્યા નથી. કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાનાં છ દિવસ વીતવા છતાં વન વિભાગને મૃતસિંહનાં 14 નખ હાથ લાગ્યા નથી. આસપાસના વિસ્તારમાં ચાર દિવસથી તપાસ કરી હતી. ખેડૂત અને માલધારીઓની પૂછપરછ કરી હતી. જે કોઈ દોષિત હશે તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે. એવું સીસીએફ દ્વારા જાહેર કરાયું હતું.
હથિયારો સાથે નખ ચોર પકડાયો હતો
19 ફેબ્રુઆરી 2019માં હથિયારોના ગુનામાં ઝડપાયેલા જાફર બારાન અને બારાન ઉમર બ્લોચ શેમરડી વાળા સામે અગાઉ ગેરકાયદે જંગલમાં પ્રવેશ કરવો, સિંહના નખ કાઢી લઈ વેચી દેવામાં પકડાયો હતો.
ડિસેમ્બરમાં પણ નખ પકડાયા હતા
આ અગાઉ 8 ડિસેમ્બર 2018માં પણ જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે 3 શખ્સોની વન વિભાગે ધરપકડ કરી હતી. એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી હતી. ભાવનગરનાં મહુવાનાં ગુંદરણ ગામના વ્યક્તિને 2 નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા હતા. દાના દેવાયત ગરાણીયા અને જીલુ ભીખા કામલીયા વન વિભાગે રંગે હાથે ઝડપી લીધા હતા.
નખ સિંહના હોવાનું આરોપીઓ પહેલાં કહેતાં હતા પણ તે દીપડાના હોવાનું વેટનરી લેબોલેટરી અને FSL દ્વારા પાકું કર્યું હતું.
તળાજામાં સિંહના નખ વેચતા પકડાયા
તળાજા મહુવા વન વિભાગે તપાસમાં 15 નખ કબ્જે લીધા હતા. પાણિયાના શખસ કનું રામભાઈ વાળાને નખ સાથે ઝડપી લીધો હતો. નખ તાલાલાના રાયડી ગામના દાના દેવાયત ગરણિયા પાસેથી લીધા હતા. નખ પાણિયાના જંગલમાં આવેલા માલી માતાના મંદીર પાસે નેરામાં પડેલ મૃત સિહના હાડપિંજર માંથી કાઢી લીધા હતા. પાણિયા વિસ્તારમાં એક સાવજ મરી ત્યાં સુધી સ્થાનિક ફરજ પરના કર્મચારીને ખબર પડી ન હતી.
6 વર્ષ પહેલાં પણ આવી ઘટના બની હતી
ધારીના પાનિયા રેન્જમાંથી 6 વર્ષ પહેલા એક સિંહના મૃતદેહ માંથી નખ લીધા હોવાની ઘટના બહાર આવી હતી.
27 માર્ચ 2015માં સિંહના નખ વેંચવાના મામલે મહિલા ફોરેસ્ટરના જેઠ સહિત બેની અટક કરી હતી. વિસાવદર વન વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ થઈ હતી.
બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું જ નથી?
આગામી દિવસોમાં સિંહની વસ્તી ગણત્રીનો પ્રારંભ થનાર હોઇ વનખાતા દ્વારા સિંહનું લોકેશન મેળવવા પેટ્રોલિંગ કરવું પડતું હોય છે. પરંતુ વનખાતા દ્વારા બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું નહીં હોય કે સિંહનો મૃતદેહ 10 દિવસ સુધી રઝળતો રહ્યો એવો સવાલ સંબંધિતોમાં ચર્ચાઇ રહ્યો છે.
વર્ષ 2007મા બાબરીયા વિડીમા પરપ્રાંતિય ગેંગે નખ માટે સાત સાવજનો શિકાર કર્યો હતો.
22 માર્ચ 2010માં
મૃત સિંહના ગુમ થયેલા 2 નખમાંથી 1 નખ મળ્યો હતો. ઉના નજીક બાબરીયા રેન્જ વિસ્તારનાં જંગલમાંથી કોહવાયેલી હાલતમાં 14 વર્ષના નર સિંહના દેહમાંથી એક નખ બે નખ ગુમ થયા હતા.