ગાંધીનગર : ર૦૦૪-૦પ બાદ મહિલાઓના નામે નોંધાયેલી પ્રોપર્ટીની રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકાનો ઘટાડો જાહેર કર્યો છતાં સરકારના ધાર્યા મુજબ મહિલાઓના નામે પ્રોપર્ટીમાં વધારો થયો નથી. કુલ પ્રોપર્ટીમાં ૧૭ ટકા જ છે.
રાજ્યમાં રજીસ્ટ્રેશન થયેલી પ્રોપર્ટીની સંખ્યા કુલ 1.35 કરોડ છે. પરંતુ તેમાંથી ફક્ત સવા ત્રેવીસ લાખ જેટલી જ મિલકતો મહિલાઓના નામે છે. ર૦૧૬-૧૭ના વર્ષ દરમ્યાન આવી મિલકતોની સંખ્યા ૧.૪૯ લાખ હતી.
ર૦૧૮-૧૯માં વધીને તે ૧.૯ર લાખ થઈ હતી. જ્યારે કુલ મિલકતો ર૦૧૬-૧૭માં ૯.૮૯ લાખ હતી તે વધીને ર૦૧૮-૧૯માં ૧ર.૪ લાખ જેટલી થઈ છે. સત્તાવાર આંકડાઓ જા કે ટકાવારી ઓછી જણાવે છે. જે ૧પ થી ૧૬ ટકાની આસપાસ છે.