હળવદ,તા.30 સુરેન્દ્રનગર , મોરબી સહીતના આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે ચારેતરફ પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે. જે વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હતી ત્યાં જળબમ્બાકારની પરિસ્થિતિ છે..ગામ સિમથી અલગ થઇ ગયા છે અને ગામના પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.ત્યારે હળવદના અજીતગઢ ગામે 23થી વધુ ખેતમજૂરો ફસાઈ ગયા હતા. ખેતરમાં કામકાજ કરવા ગયેલા આ મજૂરો બીજી તરફ વાડીમાં ફસાયા હતા.અજીતગઢથી ૬ કિમી અંદર આવેલ વાડીમાં વચ્ચેનો રસ્તો વરસાદને કારણે થયો બંધ થયો હતો.ખેતમજુરો અનેે અગરીયા,આદીવાસી પરપ્રાતિય મજુરો ભારે વરસાદને કારણે ફસાતા રાજકોટથી એનડીઆરએફની ટીમ બોલાવાઈ હતી. તેમ હળવદના મામલતદાર વી કે સોલંકીએ જણાવ્યું હતુ.


English




You must be logged in to post a comment.