મહિલાઓને રૂ.5 હજાર પેન્શન આપવાની માંગણી

16 માર્ચ 2019ના દિવસે એકલ મહિલા અધિકાર સંગઠનનું સ્થાપના સમ્મેલન કરવામાં આવેલું હતું. જેમાં આશરે 1500 જેટલી એકલ મહિલાઓ એ ભાગ લીધો હતો. રૂ.5000 પેન્શન આપવાની માંગણી કરી છે.

આ સંગઠનની માંગો નીચે મુજબ છે.

1) એકલ મહિલાની પેન્શન યોજના આજીવન કરવામાં આવે.

2) બેહનો પાસે દર વર્ષે લેવાતા પુનઃ લગ્ન કર્યા નથી અને પુખ્તવયનો પુત્ર નથી તેની સમય મર્યાદા બંધ કરવામાં આવે.

3) એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે.

4) નિરાધાર વૃદ્ધ સહાયમાં વધારો કરી 5000 રૂપિયા કરવામાં આવે.

5) વૃદ્ધોને દર વર્ષે હયાતીના દાખલા સરકાર બંધ કરે.

6) પાલક માતાપિતા યોજનાનું નામ બદલી સરકાર માતાપાલક યોજના કરી આપવા ધ્યાનમાં લે.

7) દરેક એકલ બહેનને સરકારી જમીનમાં થી પ્લોટ ની ફડાવણી કરવામાં આવે.

8) એકલ બહેનોને આવાસ યોજનામાં જોડી મકાન બનાવી આપવામાં આવે.

9) એકલ બહેનોને મફત વીજ (મીટર) જોડાણ આપવામાં આવે.

10) એકલ બહેનો ને અંત્યોદય અને બી.પી.એલ. કાર્ડ આપવામાં આવે.

11) નિરાધાર વૃદ્ધ બહેનોને અન્નપૂન્ના કાર્ડ આપવામાં આવે.

12) કોઈ પણ બહેનોને વિધવા થયાના 6 માસની અંદર વિધવા પેન્શન ચાલુ કરવામાં આવે.

13) કોઈ પણ બહેનના વિધવા થયાના એક મહિનાના અંદર સંકટ મોચન યોજનાના લાભ આપવામાં આવે.

14) કોઈ પણ વિધવા બહેનને 1 વર્ષની અંદર સ્વ રોજગારની તાલીમ યોજનામાં જોડી સરકારી કીટ આપવામાં આવે અને તાત્કાલિક યોજનાઓનો લાભ આપીને સ્વરોજગાર માટે પગભર કરવામાં આવે.

15) ત્યકતા બહેનોને પેન્શન યોજનામાં જોડી 5000 સુધી પેન્શન આપવામાં આવે.

16) 60 વર્ષથી ઉપરના વૃધોને એપીએલ બીપીએલની મર્યાદા છોડીને સંપૂર્ણ સહાય આપવામાં આવે.

17) કુવંર બાઇનું મામેરું માં લગ્ન પહેલા છોકરીને પગભર કરવા માટે યોજના શરૂ કરવામાં આવે.

18) એકલ વિધવા ત્યકતા બહેનોની વય મર્યાદાની સીમા નાબૂદ કરવામાં આવે અને એમને એક વર્ષ માં વિધવા અને ત્યકતા થતાં જ સહાય આપવામાં આવે .

19) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિધવા બહેનોને શૌચાલયની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે.

20) નાત જાત અને ધર્મના વડાઓ છોડીને બહેનોને ઉજ્જવલા યોજના નો લાભ આપવામાં આવે.

આ સમ્મેલનમાં નીચે મુજબની માંગો ને લઈને પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ અને આ માંગો માટે એકલ મહિલા અધિકાર સંગઠન ગામ સ્તરે થી લઈને દિલ્હી સુધી ની લડત આપવા માટે તૈયાર છે. તેમજ આ સમ્મેલન માં એકલ મહિલા સંગઠનના કન્વીનર તરીકે હુરાબેન એમ દાણી ને જવાબદારી સોંપવામાં આવી. તેમજ સંરક્ષક તરીકે મુજાહિદ નફીસ ને જવાબદારી સોંપવામાં આવી.

સમ્મેલનમાં નક્કી કરવામાં આવ્યું કે લોકસભાના દરેક ઉમેદવાર અને રાજનીતિક પક્ષને પણ આ માંગો બાબતનું માંગ પત્ર આપવામાં આવશે તેમજ તેમના પર દબાવ લાવવામાં આવશે.

સમ્મેલનમાં કન્વીનર હુરાબેન, સંરક્ષક મુજાહિદ નફીસ, આમદવાદથી આવેલ જમિલા ખાન, સાબરકાંઠાના આલગ અલગ ગામો થી આવેલ હંસાબેન, વિલાસબેન, હલીમા બેન, હસીનાબેન, સીમા બેન, ગંગાબેન, હસુબા, હિના બેન, લીલાબેન, જૂનેદ અન્સારી, શૈલેષ ઠક્કર, દાનિશ ખાન તેમજ શકીલ શેખ વગેરે સાથીઓએ સંબોધન કર્યું.

સમ્મેલન પછી કલેક્ટર સાબરકાંઠા ને નીચે મુજબની માંગો ને લઈ ને આવેદન આપવામાં આવ્યું. આગામી દિવસોમાં સંગઠન ગુજરાતનાં દરેક જીલ્લામાં આ માંગણીઓ માટે કામગીરી કરશે.