મહિલા કોંગ્રેસના પતિની કામલીલાનો વિડિયો વાયરલ થયો, પક્ષે નિમણૂક અટકેવી લીધી

દાહોદના સંજેલીમાં કોંગ્રેસના પ્રમુખની નિમણૂક એટલા માટે અટવાઈ પડી છે કે, મહિલા કૉંગ્રેસ મોરચાના  પતિની પ્રેમલીલાનો એક વીડિયો 4 નવેમ્બર 2018માં વાઇરલ થયો હતો. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે. ત્યારથી આજ સુધી અહીં નવી નિમણૂક અટકાવી દેવામાં આવી છે. તેથી હવે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યાં છે કે, બીજા લીલા કરે અને ભોગવીએ છીએ અમે. જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસે નવી નિમણૂક અટકાવી દીધી છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામની શાળા આચાર્ય અને મહિલા કોંગ્રેસ મોરચાના પતિનો શાળામાં જ પ્રેમ લીલાની હરકત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે કોંગ્રેસમાં નવી નિમણૂક થવાની હતી. પણ તે અટકાવી દેવામાં આવી છે. આજે એક વર્ષ થયું છતાં સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરવામાં આવી નથી. તેથી હવે કોંગ્રેસ અહીં સાફ થવાની તૈયારીમાં છે. પક્ષ પતન તરફ જઈ રહ્યો હોવાથી કાર્યકરો નારાજ છે. વળી અહીં કોંગ્રેસ પક્ષના પ્રમુખ રામુ રાઠવા કોંગ્રેસને નોધારી મૂકીને ભાજપમાં પક્ષાંતર કરી ગયા છે. ત્યારે ભાજપે જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને કોંગ્રેસમાંથી જિલ્લા સભ્ય શરદ બામણીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેને એક વર્ષ થયું છે. તેમ છતાં અમિત ચાવડા અહીં નવા પ્રમુખ મુકાવવામાં સફળ રહ્યા નથી. કાર્યકરો એક વર્ષથી અહીં પક્ષને રજૂઆતો કરી રહ્યા છે. છતાં તેની નિમણૂક થઈ નથી.

ત્રણ મહિના પહેલાં કોંગ્રેસ શહેર પ્રમુખની વરણી માટે ઉમેદવારી માટે અરજીપત્રકો જમા કરાવ્યા હોવા છતાં  નિમણૂક થઈ નથી. સંજેલીમાં આજે સક્રિય કાર્યકરો અને આગેવાનો રહ્યાં નથી.