વિધાનસભા ના ચોમાસુ સત્ર ના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલી બાદ વિધાનસભા માં પ્રવેશતી વખતે કોંગ્રેસ ના ધારાસભ્યો ને ગેટ નં 1 પાસે પોલીસ દ્વારા રોકવામાં આવતા તે દરમ્યાન થયેલી ઝપાઝપીમાં કોંગ્રેસ પક્ષના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમમર નો હાથ ઝપાઝપી દરમ્યાન મહિલા પોલીસ અધિકારીને અડી જતા. ભારે ચર્ચા ચકડોળે ચઢી હતી. પરંતુ આ ઘટના ના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સત્રના સાત દિવસ બાદ મહિલા પોલીસ કર્મી એ મહિલા આયોગ માં વિરજી ઠુમર વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આ ઘટના અને ફરિયાદ અંગે પ્રતિભાવ આપતાં વિરજી ઠુમમર એ જણાવ્યું હતું કે.સત્રના પ્રથમ દિવસે રેલી બાદ હું વિધાનસભા બેઠકમાં હાજરી આપવા ગેટની અંદર જઇ રહ્યો હતો તે દરમ્યાન ગેટ ઉપર ઉભા રહેલા પોલિસ અધિકારી ઓ એ મને અંદર જતો અટકાવ્યો હતો. એટલુંજ નહીં અમે આંતકવાદી હોઈએ તેમ અમને રોકવામાં આવ્યા હતા, વિધાનસભા માં સ્વ.વાજપેયીજી ને શ્રધાઅંજલી ઠરાવ માં હાજર રહેવા અમને જતા રોકવામાં આવ્યા હતા, નિયમ મુજબ ધારાસભ્ય ને વિધાનસભા ના જતા રોકી શકાય નહીં..આ દરમ્યાન પોલીસ કર્મી સાથે બોલાચાલી અને ઝપાઝપી દરમ્યાન જો મારાથી તે મહિલા પોલીસ અધિકારી ને ટચ થયું હોય તો હું માફી માંગુ છું,મારો કોઈ એવો ઈરાદો નહોતો. મહિલા આયોગમાં તમારા વિરુદ્ધ ફરીયાદ કરાઈ છે. ત્યારે તમે શું કરશો? તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં વિરજી ઠુમરે જણાવ્યું હતું કે મને જ્યારે મહિલા આયોગ બોલાવશે ત્યારે હું મારો પક્ષ રાખીશ.મેં ગૃહ માં પણ કહ્યું હતું, અને આજે મીડિયા સમક્ષ પણ ફરી થી મહિલા પોલીસ અધિકારીની હું માફી માંગુ છું.હું મહિલા ઓ ની ઈજ્જત કરું છું. તેમ વિરજી ભાઈ ઠુમરે જણાવ્યું હતું.