[:gj]શાપુરજી પાલોનજી કંપનીની ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ [:]

[:gj]કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા બદર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા હાદ હવે જાફરાબાદથી કોડીનારના છારા સુધી ગેસ પાઇપ લાઈનનું કામ શરૂ થવાનું હોવાથી ખેડૂતોની જમીન લઈ લેવા માટે નોટિસ આપવામાં આવતાં તેવો વિરોધ થઈ રહ્યો છે.

અતિ જોખમી ગેસની પાઇપલાઇન આવવાથી ફળદ્રુપ જમીન હવે બંઝર બની જશે. ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન સાવ નજીવી કિંમતે સરકાર જપ્ત કરી રહી છે. તેથી એક કંપનીના ફાયદા માટે હજારો ખેડૂતોની રોજી છીનવાઈ જશે. તેથી ખેડૂતોએ આ પાઈપલાઈન ન નાંખવા માટે આંદોલન શરૂ કર્યું છે.

ખેતીની જમીનનો વિવાદ

કોડીનારના છારા ગામે શાપુરજી પાલોનજી કંપનીના ચાલતા કામનો ખેડૂતો અને ગામ લોકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી કંપની દ્વારા ખેડુતો પાસેથી જમીન ખરીદીને હાલ કંપનીનું પ્રાથમિક કામ શરૂ કર્યું છે. ખેતીની જમીન વેચનારને પ્રોજેક્ટ માટેની છેલ્લી ખરીદી મુજબની તફાવતની રકમ ચૂકવવા માં આવશે એવું કંપનીએ નક્કી કર્યું હોવા છતાં પ્રથમ ખરીદી રૂ.5 લાખની અને છેલ્લી ખરીદી રૂ.35 લાખની એક વીઘા દીઠ વેચાઈ હતી. જેમાં પ્રથમ જમીન વેચનારને તફાવતની કોઈ રકમ આપવામાં આવી નથી.

ખરાબ જમીનનો ભાવ ઊંચો

સરકારી બંજર, પડતર અને ખરાબાની જમીનનો ભાલ એક મિટરના રૂ.470 અપાયા હતા. જે મુજબ સરકારને રૂ.11 લાખ ચૂકવાયા અને એટલી જ ખેતીની ફળદ્રુપ જમીનના રૂ.5 લાખ ચૂકવાયા છે. ખરેખર તો ખેડૂતોની જમીન ફળદ્રુપ હોવાથી તેને વધું મળવા જોઈતા હતા પણ અહીં કંપનીએ ખેડૂતોની જમીન સસ્તામાં પડાવી લીધી છે.[:]