મહુવામાં માટી અને પાણીનાં નમુનાની રૂ.100માં ચકાસણી

ભાવનગરના મહુવા બજાર સમીતીએ રાજયના પ્રથમ દશ માર્કેટ યાર્ડોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યૂ છે. રાજયનાં ર૦૦ જેટલા માર્કેટ યાર્ડોમાં મહત્વનું માર્કેટ યાર્ડ આપણું મહુવા યાર્ડ બન્યું છે. મહુવા બજાર સમીતી આવકનાં ૩૩ ટકા જેટલી રકમ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ ડ્રીપ ઇરીગેશન, તાર ફેન્સીગ, ઝટકા મશીન તૈયાર પાકનાં રક્ષણ માટે તાલપત્રી, કૃષિલક્ષી માર્ગદર્શન માટે શીબીરો વિગેરેનાં આયોજન સાથે આધુનીક લેબોરેટરીથી ચકાસણી વિગેરે પાછળ ખર્ચ કરે છે. તેમ મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું.

માર્કેટીંગ યાર્ડમાં તાલીમ કેન્દ્ર ખાતે ખેડુત સેવા કેન્દ્ર શરુ થઇ રહ્યું છે. જેમાં સરકારના ખેતીવાડી બાગાયત, પશુપાલન ત્થા આત્માાના અધિકારીઓ ખેડુતોને જરુરી માર્ગદર્શન આપશે. ખેડુતોએ આ બાબતે સૌથી વધુ પ્રાથમીકતા આપવી જોઈએ કે જમીન અને પાણીની લેબોરેટરીમાં ચકાસણી કરાવી તેનો રીપોર્ટ મેળવવાની છે. યાર્ડમાં લેબોરેટરીમાં ખેડુતો પોતાની જમીનની માટી અને પાણીનાં નમુનાની રૂ.100માં ચકાસણી કરાવી શકે છે.

ખેત ઉત્પન્ન પોષણક્ષમ ભાવો મળતા નથી. નવી ટેકનોલોજીના ઉપયોગથી વધેલા ઉત્પાદન મુજબની માંગ નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવર્તતા ભાવોની અસરો અંગે ખેડૂતો પાસે કોઈ માહિતી હોતી નથી. કયા વિસ્તારમાં કેટલું થયું તે જાણવાની કોઇ સીસ્ટમ પણ નથી. કોઇ એક જ પાક વધુ મોટા પ્રમાણમાં ન કરતા જુદા જુદા પાકોનું સમયની માંગ મુજબ વાવેતર કરવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે. ટપક સિંચાઇ પઘ્ઘ્તિએ ખેતી રોગની એક દવા છે. ગ્રીન હાઉસ, નેટ હાઉસ વિગેરેના ઉપયોગથી વિપુલ પ્રમાણમાં ગુણવતાયુકત ઉત્પાદન મેળવી શકાય છે.

બજાર ભાવ કરતા નિકાસના પસંદ થતી સફેદ ડુંગળીને ૨૫-૩૦ ટકા જેટલા ભાવો વધુ મળે છે.

શીંગદાણાની નિકાસમાં ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે.

ખેત ઉત્પન્નના પુરતા નાણા મેળવવા માટે પેકીંગ અને માકેટીંગનું મહત્વ હાલનાં સમયમાં ખુબજ વધી ગયું છે. ખેડુત પોતાનું ખેત ઉત્પન્ન યોગ્ય રીતે સફાઇ કરી, ગ્રેડીંગ કરી, વકકલ પાડી સારા પેકીંગમાં બજારાં મૂકે. તો કોઇપણ ચીજમાં ઓછામાં ઓછા ૧૦-૧૫ ટકા વધુ ભાવ મેળવી શકે.

ખેત ઉત્પન્નની ગુણવત્તા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટેની ઉપયોગીતાની જાણકારી આપી વધુ ભાવો મેળવી શકાય ‘સજીીવ ખેતી’પઘ્ધતિથી તૈયાર કરેલ પાકોની જાણકારી આપી વિશેષ લાભો મેળવી શકાય છે તથા કૃષિષાકોની મૂલ્ય વૃઘ્ધિ સુધારી ખેતીપાકોને પ્રોસેસ કરી વિવિધ સ્વરુપે તૈયાર કરી બજારમાં મુકવામાં આવે તો અનેકગણો ભાવ મેળવી શકાય છે.ડુંગળીનું તથા લીલા શાકભાજીનું ડીહાઇડ્રેશન, બટેટાની વેફર, ફળોના જયુસ જામ બનાવવા વિગતે પ્રક્રિયાથી સારુ વળતર મળે છે. જેનો સિઘ્ધો ફાયદો કુુષિક્ષેત્રે મળી રહ્યો છે. તેમ જણાવ્યું છે.