ભાવનગરની શિક્ષણ સંસ્થાઓ તેમજ બ્લડબેન્ક, શિશુવિહાર, વિકાસવર્તુળ,બાર્ટનલાઇબ્રેરી વગેરે સામાજીક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે યોજાનાર સમારોહમાંલોકમિલાપના સ્થાપક-સંવર્ધક મહેન્દ્રભાઇ મેઘાણીનુ પુસ્તક સંપુટથી અભિવાદનકરશે. ભાવનગરની સેવા અને સાંસ્કૃતિક ધરોહરને જાળવવામાં સતત કાર્યશીલ વ્યક્તિઓ અનેસંસ્થાનું પણ આ પ્રસંગે વિશેષ અભિવાદન કરવામાં આવશે. તેમજ ભાવનગરના સામાજીકસૌહાર્દની ગરિમાને પ્રજવલિત રાખનાર ભાવનગર અગ્રગ્ણ્ય સામાજીક સંસ્થાઓનુ પણ મહેન્દ્રભાઇ મેઘાણીના વરદ હસ્તે અભિવાદન કરાશે. ભાવનગરમાં વાંચન અને બાળ ફિલ્મોદ્વારા સંસ્કારની જયોત પ્રજવલિત કરનાર મહેન્દ્રભાઇ દીર્ઘકાલીન સેવાના ઋણસ્વીકાર કાર્યક્રમમાં પધારવા નાગરિકાને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યુ છે.