મહેમદાવાદમાં બળવો કરનારા સામે પગલાં ભરવામાં ભાજપના બેવડા ધોરણો

અમદાવાદના પરું ગણાતાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની મધ્યસત્ર ચૂંટણી 15 જૂન 2018માં થઈ હતી ત્યારે પક્ષના ઉમેદવાર બરાબર ન હોવાનું કહીને તેમને પરાસ્ત કરવા માટે કરેલી કામગીરી બદલ ભાજપના કોર્પોરેટર સવિતા ચૌહાણ, સુનિતા પટેલ, મંજુલા ચૌહાણ, ગલા ચોહાણ, સરકુ મલેકને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા એવી નોટિસ આપીને સાત દિવસમાં તેમની સ્પષ્ટતા આપી જવા માટે પ્રદેશ ભાજપે જણાવી દીધું હતું.. ભાજપે એક પક્ષી એક જિલ્લામાં શિસ્તનો કોરડો વિંઝવાનું શરૂ કર્યું હતું.. પણ સભ્યોની લાગણી પ્રમાણે સ્થાનિક નેતા મૂકવાના બદલે ઉપરથી જ નેતાઓ ઠોપી દેવાની નીતિના કારણે ભાજપમાં નારાજગી મોટા પ્રમાણમાં જોવા મળી હતી. મહેમદા તાલુકા પંચાયતમાં કૂલ 26 બેઠક છે. તે પૈકી ભાજપના 14 અને કોંગ્રેસના 11 અને 1 અપક્ષ સભ્યો છે.

ભાજપના સભ્યો સાવિત્રી ચૌહાણને પ્રમુખ તરીકે ઈચ્છતા હતા. પણ ભાજપના ગાંધીનગરના નેતાઓએ સ્થાનિક લોકોની વાત સાંભળ્યા વગર પોતે જે ઈચ્છતાં હતા તેને પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું હતું. સભ્યો જ પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવાનો અધિકાર ધરાવે છે. પણ જે રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ધારાસભ્યોએ ચૂંટવાના બદલે પક્ષ દ્વારા ઉપરથી થોપી દેવાયા હતા. એવું જ મહેમદાવાદમાં થયું હતું. પણ પક્ષની એકહત્થું શાસન સામે પાંચ સભ્યોએ પડકાર ફેંક્યો હતો અને સાવિત્રી ચૌહાણે બળવો કરીને ઉમેદવારી નોંધાવી હતી અને તે ચૂંટાઈ આવ્યા હતા. આમ ભાજપે તાલુકા પંચાયત ગુમાવવી પડી હતી. જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 24 નેતાઓએ બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ બળવો કરનાર નેતાઓ સ્થાનિક ઉમેદવારની હાર માટે કારણભૂત બની શકે તેવા હોવાના કારણે પક્ષ દ્વારા તેમને બરતરફ કરવામાં આવ્યાં હતાં. જ્યારે બીજી બાજુ હજારો એવા કાર્યકર્તાઓ છે જેમણે ઉમેદવારો સામે જાહેરમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

જોકે, તેમની સામે કોઈ પગલા લેવામાં આવ્યાં નથી. ભાજપ છોડીને 10 હજાર કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનો પણ દાવો સામેનો પક્ષ કરી રહ્યો હતો. તેવું જ મહેમદાવાદમાં થયું હતું. પક્ષ દ્વારા સ્થાનિક કાર્યકરોની લાગણી પ્રમાણે નેતાની પસંદગી થવી જોઈએ એવું થતું ન હોવાના કારણે ભાજપમાં બળવાનું પ્રમાણ વધ્યું હતું.

ખરેખર શું બન્યું હતું

13 જૂને મહેમદાવાદ તાલુકા પંચાયતની બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના સભ્યોએ બળવો કરતાં તેના બનાખોર સભ્યને વધારે મત મળતાં વિવાદ થયો હતો. ભાજપે તેનો વિરોધ કર્યો હતો. સાવિત્રી ચૌહાણ ચૂંટાઈ જાય તેમ હોવાનું ભાજપને લાગતાં બેઠકમાં વાત વણસીને મારામારી અને ગાળાગાળી શરૂ થઈ હતી તેથી બોર્ડની બેઠક મુલત્વી રાખી હતી. એ પછીની બેઠકમાં પણ ભારે હોબાળો થતા આખરે તા. 15 જૂનને શુક્રવાર સુધી ચૂંટણી મુલત્વી રાખી હતી. સમગ્ર ઘટનાક્રમના પગલે તાલુકા પંચાયતની બહાર ભેગા થયેલા ટોળાએ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. તનાવ ઊભો થતાં પંચાયત કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર ચંપા મનુ ડાભી સામે ભાજપના જ સાવિત્રી જુવાન ચૌહાણે ઉમેદવારી કરતાં કોંગ્રેસે તેમને ટેકો આપ્યો હતો. સાવિત્રીની સાથે કોંગ્રેસના 11 સભ્યો ઉપરાંત ભાજપના મંજુલા ચૌહાણે ટેકો આપ્યો હતો. આ ઉપરાંત ભાજપના જ બે સભ્ય સરફુમિયાં મલેક અને સુનિતા પટેલ પણ ગેરહાજર રહીને ભાજપના બળવાખોર ઉમેદવારને આડકતરો ટેકો આપ્યો હતો. આમ થતાં હોવાથી ભાજપ લઘુમતી આવી ગયું હતું.

પોતાના સભ્યનું અપહરણ કોંગ્રેસે કર્યું હોવાનો ભાજપ દ્વારા આરોપ મૂકાતાં મારામારી થઈ હતી. ખરેખર તો ભાજપના નેતાઓ સામે જ બે સભ્યોએ બગાવત કરી હતી. 16 નવેમ્બર 2016માં કપડવંજમાં ભાજપનું મોટું સંમેલન યોજાયું હતા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શબ્દૃશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા, પ્રભારી જયિંસહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ દેવુસીહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ જયંતી સોઢા, ઉપપ્રમુખ કનુ ડાભી અને પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ, મણી પટેલ ઉપસ્થિત રહ્યાં હતા તેમ છતાં અહીં ભાજપ તાલુકા પંચાયતમાં સત્તા મેળવી શક્યો ન હતો.

જો કે અહીં વિવાદના મૂળ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નંખાયા હતા. મહેમદાવાદ મત વિસ્તારમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા વિધાનસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ભાજપના તમામ સંગઠનની પાંખો દ્વારા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારના નામની સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમ જ આ બાબતે જૂના કાર્યકરો અને પદાધિકારીઓની એક બેઠક મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે મળી હતી. જેમાં ઉગ્ર રોષ સાથે ઉમેદવારને બદલવાની માગણી કરી હતી. જો તેમ કરવામાં નહીં આવે તો ભાજપ આવનાર પરિણામને ભોગવવા માટે તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આમ તો આ બળવો પક્ષે લીધેલા નિર્ણય સામે જ હતો. જેની સીધી અસર તાલુકા પંચાયતની ચૂંટણીમાં થઈ હતી.

જિલ્લાના ઠાસરામાં આયાતી ઉમેદવારની જાહેરાત કરવામાં આવતા ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામા પડ્યા હતા. મહેમદાવાદની વિધાનસભાની બેઠક પર અર્જૂનસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું હતું. નામ જાહેર થતાની સાથે જ ભાજપના જૂના કાર્યકરોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. તેમ જ નવા ચહેરા સામે ભારોભાર અસંતોષ વ્યાપી ગયો હતો. વિરોધ વ્યક્ત કરવા માટે માંકવા ગામે ભાથીજી મંદિરના ચોકમાં મહેમદાવાદ ભાજપ સંગઠનના તમામ પાંખના હોદ્દેદારો ભેગા થયા હતા, જેમાં મહેમદાવાદ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ જુવાનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ બક્ષીપંચના પ્રમુખ દોલતસિંહ ડાભી, જિલ્લા પંચાયત સભ્ય વનરાજસિંહ જાદવ, મહેમદાવાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, મહેમદાવાદ એપીએમસી ચેરમેન મનુભાઈ પૂજાભાઈ પટેલ, પાટીદાર અગ્રણી અને માજી જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ રામાભાઈ પટેલ, તાલુકાના સરપંચો અને 800 જેટલાં ભાજપના કાર્યકરો અને લોકો એકઠા થયા હતા. જે ભાજપની પાર્લામેન્ટરીયન સમિતિ સામે જ બળવો હતો. આ તમામ દ્વારા તાલુકા પંચાયતમાં હરાવવા જોર લગાવ્યું હતું.

બધાએ એક જ અવાજમાં કહ્યું હતું કે, અમે ઉપરથી નક્કી થયેલાં ઉમેદવાર અર્જૂનસિંહ ચૌહાણને જીતાડી શકીએ તેમ નથી. જેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ લડી નથી. મહેમદાવાદ ગામથી તમામ પ્રજા પણ આ નામથી અજાણ હતી. તો, પછી આ નામની જાહેરાત કેવી રીતે થઇ તે વાતને લઇને પણ અનેક તર્કવિતર્ક ઉભા થયા હતા. ઉમેદવાર બદલો એવી એક જ માંગણી હતી. ભાજપ દ્વારા તેના સ્થાનિક નેતાઓને મળીને કોણ ઉમેદવાર રાખવા તે અંગે પૂછવામાં આવે છે પણ હવે એવું લાગી રહ્યું છે કે તે એક માત્ર નાટક જ હતું, ઉપરથી ઉમેદવાર નક્કી થાય છે.

તમામ પદાધિકારીઓએ એકસૂરમાં આક્રોશ વ્યકત કર્યો હતો કે પક્ષના મોવડીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારને બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપના તમામ સંગઠનના પદાધિકારીઓ પદ પરથી રાજીનામાં આપશે. જિલ્લા અને તાલુકાના ૩૦ જેટલા હોદ્દેદારોએ નડિયાદ કાર્યાલય ખાતે રાજીનામા ધરી દીધા હતા. તેમ જ અન્ય કોઇને પણ ટેકો જાહેર કરવાનું જાહેર કરીને પક્ષ સામે ત્યારે જ બળવો થયો હતો તે તાલુકા પંચાયતમાં પણ ચાલુ રહેતાં ભાજપે સત્તા ગુમાવી હતી.
આમ અહીં 30 નેતાઓએ પક્ષ સામે બળવો કર્યો હતો. તેમ છતાં આજ સુધી તેમને સામે કોઈ જ પગલાં લેવાયા નથી. પણ મહેમદાવાદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ત્રણ સામે શિસ્તભંગની નોટિસ પક્ષે આપી છે.