મહેસાણાથી રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી ઝડપાઇ, મોસ્ટ વોન્ટેડ પીંકીની પણ ધરપકડ

મહેસાણા, તા.૨૫

ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીને ઝડપી હાથ ધરેલી પૂછપરછમાં મહેસાણાના 4 તેમજ પાટણ અને બનાસકાંઠાના 4 ગુનાની કબૂલાત કરી છે. જેને પગલે બી ડિવિજન પોલીસે મોસ્ટ વોન્ટેડ પીંકીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી.

રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીના તારીક ઉર્ફે દિલ્લી આરીફભાઈ અંસારી (કડી), અબ્દુલ ઉમરભાઈ અરબ (સરખેજ), હાસીમ આસીક અલી અંસારી (એલએચપાર્ક સોસાયટી, કડી), રાકીબ આરીફભાઈ અન્સારી (રહે.મલાડ વેસ્ટ, મુંબઈ), કેહકશા પરવીન ઉર્ફે પીન્કી મંહમદ સલીમ દરજી શેખ (LH પાર્ક સોસાયટી, કડી)ની ગાંધીનગર એલસીબીએ ધરપકડ કરતાં બે મહિનામાં મહેસાણા સહિત જિલ્લામાં 4 સ્થળે લૂંટ કર્યાનું ખુલ્યું હતું. જેને પગલે બી ડિવિજન પોલીસે કેહકશા પરવીન ઉર્ફે પીન્કી મહંમદ સલીમ કાસમ દરજી શેખની ધરપકડ કરી છે. પીંકીને મહેસાણા પોલીસે લાવી તપાસ હાથ ધરી છે.

આ ટોળકીએ 3 મહિના અગાઉ આ ટોળકીએ ડીસા-પાટણ રોડ પર 24 વર્ષના યુવાનને રિક્ષામાં બેસાડી બેગમાંથી રૂ.15 હજાર કાઢી લીધા હતા. 1 વર્ષ અગાઉ આ ટોળકીએ ડીસા રાજમંદિર ટોકીઝથી એક વૃધ્ધને રિક્ષામાં બેસાડી બેગમાંથી રૂ.26 હજાર લૂંટી લીધા હતા. 7 મહિના અગાઉ પાલનપુરના ચંડીસરથી વૃધ્ધને રિક્ષામાં બેસાડી થેલામાંથી રૂ. 60 હજારની લૂંટ કરી હતી અને 7 મહિના અગાઉ પાટણની સિદ્ધપુર ચોકડીથી વૃધ્ધને રિક્ષામાં બેસાડી રૂ 5 લાખ લૂંટી લીધા હતા.

ટોળકીએ કબૂલેલી ચોરીઓમાં 5 દિવસ અગાઉ તારીક અન્સારી, અબ્દુલ, રાકીબ, હાસીમ અને પીન્કીએ મહેસાણા રાધનપુર રોડ પર કાકાને રિક્ષામાં બેસાડી 13 હજાર સેરવ્યા, દોઢ મહિના અગાઉ તારીક, રઇશુ ઉર્ફે બેઉડા, અજગર ઉર્ફે જુરરાટે ઊંઝામાં બ્રિજ પાસે એક યુવાનને રિક્ષામાં બેસાડી બેગમાંથી રૂ.1500નો મોબાઇલ લૂંટયો હતો, દોઢ મહિના અગાઉ તારીકસહિતે આંબલિયાસણ ચાર રસ્તાથી યુવક યુવતીને રિક્ષામાં બેસાડી યુવતીની બેગમાંથી સોનાના દાગીના કાઢી લઇ 1.20 લાખમાં વેચી દીધા હતા, 1 વર્ષ અગાઉ તારીક અન્સારી, નિજામ, અલી, આસીફે ખેરાલુમાં ઊંઝા ચોકડીથી 35 વર્ષના યુવાનને રિક્ષામાં બેસાડી બેગમાંથી રૂ.80 હજાર કાઢી લીધા હતાનો સમાવેશ થાય છે.