મહેસાણા તાલુકાના હરદેસણ ગામની દષ્ટિબેન ચૌધરીએ ખેલો ઈન્ડિયા 2020 ની આસામમાં ગુવાહાટી ખાતે યોજાયેલી ત્રણ હજાર મીટર અને પંદર સો મીટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો છે. અને રજત ચંદ્રક જીતીને મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધાયુઁ છે. તેના પિતા પશુપાલન અને ખેતીના વ્યવસાયથી પરિવારનો નિર્વાહ ચલાવે છે. તેમની દિકરીએ રાષ્ટ્રકક્ષાએ દોડ સ્પર્ધામાં ચંદ્રક મેળવતાં ગામ પણ ગૌરવ લઈ રહ્યું છે.