ઉત્તર ગુજરાતનું પ્રથમ એવું ક્રિક્ટ સ્ટેડિયમ બનશે. મહેસાણામાં મ્યૂનિસિપલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. રૂ.9 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા દશે. રૂ.5 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે, તથા બાકીના રૂ.4 કરોડ 14માં નાણાં પંચમાંથી લેવામાં આવશે.
સ્ટેડિયમમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઇ શકે તે માટે બનાવવામાં આવશે. સ્ટડ લાઇટો હશે. ૩ હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેડિયમમાં રણજી ક્રિકેટ કક્ષાની મેચ રમાઇ શકે તે પ્રકારે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનશે. 24 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં તે હશે. ઉપરાંત બિલાડી બાગ વિસ્તારમાં રૂ.7 કરોડના ખર્ચે તરણ હોજ બનાવવામાં આવશે.