મહેસાણામાં આવેલા એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાની માહિતી પ્રાપ્ત થઇ છે. મહેસાણા એરપોર્ટના રનવે પરથી વિમાન લપસ્યું હતું અને એરપોર્ટની દીવાલ સાથે અથડાયું હતું. આ ઘટના પર ઢાંકપિછોડો કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કોઈ જાનહાનિ થઇ છે કે નહીં અને કયા કારણોસર આ દુર્ઘટના થઇ છે તેની માહિતી મળી શકી નથી. જોકે એમ કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટની દીવાલને નુકશાન પહોંચ્યું છે. મહેસાણા એરપોર્ટમાં ટ્રેનિંગ સ્કૂલ ચાલી રહી છે, અહીં પાયલોટને તાલિમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને આ પાયલટોને 4 સીટર પ્લેન કેવી રીતે ઉડાડવું તે અંગે તાલિમ આપવામાં આવી રહી છે
ગુજરાતી
English



