મહેસાણા, તા.૧૨
મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણના કથિત કૌભાંડના મામલામાં વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા એડી.ચીફ કોર્ટ વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી દીધી છે. વિદેશ ગમન માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં કરી હતી અને આ અરજી બાબતે કોર્ટ દ્વારા વિદેશ ગમન અને પાસપોર્ટ નહીં આપવા હુકમ કર્યો છે.
સાગર દાણના મામલે 22 આરોપીઓમાંથી ડેરીના એક્સયુકેટિવ ડિરેકટરને કોર્ટ એ રૂ.૨૦૦૦/નો દંડ ભરવા આદેશ કર્યો છે. જેમાં પ્રવીણ ભાંભી સહિત 5 વ્યક્તિઓએ ડિસ્ચાર્જ અરજી સાથે પાસપોટૅ માટે અરજી કરી હતી. કોર્ટમાં તેને નામંજુર કરી દીધી હતી.
22 આરોપીઓમાંથી 5 આરોપીઓએ કોર્ટમાં કરી હતી આ અરજીઓને લઈ એડ.ચીફકોર્ટ એ કોર્ટનો સમય બગાડવાના મામલે 5 આરોપીઓને જિલ્લા કાનૂની સત્તા મંડળમાં બેહજાર રૂપીયાનો દંડ જમા કરવા હુકમ કર્યો હતો.
પ્રવીણ ભાંભી, અક્ષય શાહ, બળદેવભાઈ ચૌધરી, પટેલ બિપિન નવીનચંદ્ર, પ્રભાત દેસાઈ નામના આરોપીઓને કેસને વિલંબમાં મુકવા માટે રૂપિયા ૨૦૦૦/- મહેસાણા જીલ્લા કાનુની સેવા સત્તામંડળમાં જમા કરાવવાનો આદેશ અડી. ચીફ કોર્ટ કર્યો હતો. સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે કરવામાં આવેલી ડીસચાજૅ અરજી તથા વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી પણ નામંજૂર કરવામાં આવી છે.
કર્મચારીઓને આડેધડ છૂટા કરતાં છ એ ફિનાઈલ ગટગટાવ્યું
બે મહિના અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ૭ દિવસથી હડતાલ પર હતાં. અને આ કામદારોને ન્યાય ન મળતા સાતમા દિવસે ૫૦ જેટલા કામદારો કલેકટર કચેરી આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતાં. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓનો પગાર ઓછો કરી તેમને આડેધડ છૂટા કરી દેવાના મામલે સાત દિવસથી આ કામદારો હડતાલ પર હતાં. જો કે, છ જેટલા કામદારોએ ફીનાઈલ ગટગટાવી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં ઉકેલ આવ્યો નહીં તેવું રમેશ નામના કર્મચારીએ જણાવ્યું હતું.
પાલનપુર સરકારી સિવિલના વિપુલ ચૌધરી ટ્રસ્ટ દ્વારા ખાનગીકરણ કર્યા બાદ સિવિલનો વહીવટ હસ્તગત કરનારા બનાસ મેડિકલ કોલેજના ચેરમેન માવજી દેસાઈ કલેકટર કચેરીમાં આવ્યા હતા. ત્યારે તેઓને આ અંગે પૂછતાં તેઓએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.