દૂધસાગર ડેરી મહેસાણાની 1300 દૂધ મંડળીઓ છે. દૂધ સાગર ડેરીએ અમુલ સાથે મર્જ કર્યું છે. તો બીજી બાજુ દૂધ મંડળીઓમાંથી ગ્રાહકોને જે છૂટક દૂધ વેચવામાં આવે છે એમાં ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. છૂટક વેચવામાં આવતું દૂધ 10 ફેટ નું હોતું નથી. 6 કે 7 ફેટ સુધી જ હોય છે. પરંતુ એ દૂધને10 ફેટના ભાવે ગ્રાહકોને વેચવામાં આવે છે. કેટલાક દૂધ મંડળીના સંચાલકોને ગેરરીતિ આચરતા પણ પકડ્યા છે. તેમને દંડ પણ ફટકાર્યો છે. ડેરી ટૂંક સમયમાં દૂધ ખરીદનારાઓને માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે. દૂધ મંડળીના સંચાલકોનો આ ખેલ હવે લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.