મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે મોટો ફટકો આપ્યો છે, દાણ કૌભાંડના કેસમાં 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે, તેમને આ રકમ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં જમા આપવાની રહેશે, રૂપિયા 22.50 કરોડની રિકવરી મુદ્દે વિપુલ ચૌધરીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી પરંતુ હવે તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.

વિપુલ ચૌધરીને ગેરરીતિના કેસમાં ડેરીના ચેરમેન પદેથી હટાવવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ ડેરીના ચેરમેન હતા તે દરમિયાન ડેરીના ફંડમાંથી સભ્યોની મંજૂરી વિના જ મધ્ય પ્રદેશને 22.50 કરોડનો પશુઆહાર આપી દીધો હતો અને ડેરીના પશુપાલકોને મોટું નુકસાન કરાવ્યું હતુ, બાદમાં કરોડો રૂપિયાના સાગરદાણ  કૌભાંડમાં તેમને ચેરમેન પદેથી 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવીને હટાવી દેવામાં આવ્યાં હતા, તેમને હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યાં હતા, ઉપરાંત તેમને કોર્ટને અંધારામાં રાખીને વિદેશ પ્રવાસ પણ કર્યો હતો.