આશા પટેલ ભલે કોંગ્રેસ છોડી પણ લોકસભાની બેઠક લડવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે. મહેસાણા લોકસભા ચુંટણીના પડઘમ વચ્ચે તાજેતરમા પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમા મહેસાણા બેઠક પર ૩૨ દાવેદારોએ આયાતી ઉમેદવાર ના આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.૪૫ મીનીટ ચાલેલી ચર્ચામાં જ્ઞાતિ આધારીત સમીકરણોથી માંડી બુથ લેવલની કામગીરી સંબધે ચર્ચા થઇ હતી.
મહેસાણા લોકસભાની ચુંટણીની તૈયારીના ભાગરૂપે ઉમેદવાર પસંદગીના મુદ્દે બે દિવસ પૂર્વે પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની બેઠકો પર ઉમેદવારી નોંધાવનારા દાવેદારોની બેઠકમા જ્ઞાતિ આધારીત સમીકરણો પર વધુ ભાર મૂકાયો હતો. આ અંગે પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, લોકસભાની ચુંટણીને લઇને રિવ્યુ બેઠક યોજાઇ હતી.