ઉત્તર ગુજરાતના ભાજપ અને કોંગેસના પાટીદારોને એક પછી એકને ખતમ કરી દેવા માટે અમિત શાહ, જીતેન્દ્ર વાઘાણી અને પ્રદીપ જાડેજા છેલ્લાં 4 વર્ષથી કામ કરી રહ્યાં છે. અગાઉ નરેન્દ્ર મોદીએ કાવાદાવા કરીને આત્મરામ પટેલ, એ કે પટેલ, નારણ પટેલને રાજકીય અને સહકારી ક્ષેત્રે ખતમ કરી દીધા બાદ હવે નીતિન પટેલને પણ એક પછી એક પદ પરથી અને પકડ પરથી પ્રભાવ ઓછો કરવાનું શરૂં કરી દીધું છે. આ અગાઉ કોંગ્રેસના મજબૂત એવા 7 પાટીદાર નેતાઓને ભાજપના આ નેતાઓએ પૂરા કરી દીધા હતા. હવે મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં નીતિન પટેલના પ્રભુત્વને પૂરું કરવામાં આવી રહ્યું છે. આ બેંકને પાટીદાર સમાજના નેતાઓએ સહકારી રીતે મજબૂત કરી હતી હવે બેંક પર રાજકારણ છવાઈ ગયું છે.
પાસના કેતન પટેલનો ભાજપ દ્રારા ઉપયોગ?
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લીની ડિરેકટરોની ચુંટણી રાજકીય અખાડો બની રહેશે. જેમાં પાસના એક સમયના નેતા કેતન પટેલની નજર આ બેંક પર છે જેઓ પ્રદીપ જાડેજાની સૂચના અને અમિત શાહના આદેશથી કામ કરી રહ્યાં હોવાનું ભાજપના આંતરિક વર્તુળો જણાવી રહ્યાં છે. કેતન સામેના ગુના માફ કરવવાની માંગ ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાને વચન આપ્યું હતું હવે કેતનનો ઉપયોગ પાટીદારોનું પ્રભૂત્વ ઓછું કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કેતન પટેલનો બેંક વહીવટ પર આક્ષેપ
ડિરેક્ટરો સાથે અને બેંકીંગ વ્યવહારો મામલે બેંકમાં વેવાઇ વાદ ચાલી રહયો છે. આગામી સમયમાં બેંકના ડિરેક્ટરોના ભ્રષ્ટાચારના મુદ્દે નવી પેનલ બનાવી વહીવટી પેનલ ને હરાવવા તૈયારી કરી ચૂક્યા છે. આ મુદ્દે ગુજરાતની વડી અદાલતમાં જાહેર હીતની અરજી કરશે. બેંકના સીઇઓની કંપનીને લોનના પુરાવા આપતા કેતન પટેલે બેંકના વહીવટ પર આક્ષેપ કર્યો છે.
લોનના નિયમોના ભંગ બદલ દંડ
મહેસાણા બેંકના ડીરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન (ધિરાણ) આપવા અને નિયમોનો ભંગ કરવા બદલ દંડ કર્યો હતો. આ ઉપરાંત કેવાયસી અને એન્ટી મની લોન્ડરિંગ એક્ટના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી આરબીઆઈ દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું હતું.
14 મે 2018માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી મહેસાણા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ દ્વારા ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલા છે અને તે બદલ દંડ લાદવામાં આવેલો છે. તેમ રિઝર્વ બેંકના સહાયક સલાહકાર અજીત પ્રસાદે જણાવ્યું હતું. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A (1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તાના પાલન માટે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓ મુજબ અર્બન કો-ઓપરેટીવ બેંકો(યુસીબી)ને ડાયરેકટરો અને તેમના સગા સંબંધીઓને આપવામાં આવતી લોનનો યોર કસ્ટમર (કે વાય સી) /એન્ટી મની લોન્ડરિંગ (એએમએલ) નોર્મ્સ, ગ્રુપ એક્ષ્પોઝર નોર્મ્સ વિગેરે અંગેના ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો તથા માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ એક કરોડ દંડ કરાયો હતો. શ્રી મારૂતી ઈન્ફ્રાસ્ટક્ચર કંપનીના 8 ઓગસ્ટ 2019માં રૂ.7 કરોડની લોનમાંથી રૂ.4 કરોડ બાકી બોલે છે, બેંકના ડિરેક્ટરે ફાયદાઓ ઉઠાવ્યા હોવાનું માનવામાં આવે છે.
બ્લેક લીસ્ટેડ બેંકો
યુ.કે. સ્ટુડન્ટ વિઝા માટે ગુજરાતની મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ૨૪ નવેમ્બરથી માન્ય રાખવામાં આવશે નહીં. યુ.કે. હોમ ઓફિસ સંભાળતી યુ.કે. બોર્ડર એજન્સીએ ભારતની બ્લેક લિસ્ટેડ કરી દેવાયેલી બેન્કોની યાદી જાહેર કરી છે. જેમાં મહેસાણા અર્બન કો.ઓપ. બેન્ક છે.