આજના 57 મીમી (2.30ઈંચ) વરસાદ થી મગફળી પાકને મળ્યું જીવનદાન
માંગરોળ પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદે હેત વરસાવવાનું ચાલું રાખ્યું હતું. એકંદરે માંગરોળ પંથકમાં ખુબજ શાંતિ અને સલામતી રીતે સમયાંતરે વરસાદ વરસતા લોકો એ તેમને રહેમત અને સલામતી નો વરસાદ ગણાવ્યો હતો. ભારે આતુરતા બાદ સોમવાર થી માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આજે પણ આખો દિવસ વરસાદ શરૂ રહેતા સાંજના 7 વાગ્યા સુધીમાં 57 મીમી 2.28 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે માંગરોળ પંથકમાં મૌસમનો કુલ આંક વધીને 297મીમી (12 ઈંચ) એ પહોંચી ગયો છે.
આજના વરસાદ થી શહેર ના રસ્તાઓ પર પાણી ના પૂર વહેવા લાગ્યા હતા તો નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ખેતરોમાં થી પણ પાણી લોટીને બહાર નિકળી ગયા હતા. વરસાદ ખેંચાતા મગફળી સહિતના ચોમાસુ પાકો સુકાઈ ને આટી વળી ગયા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી પડતો વરસાદ કાચું સોનું સાબિત થયો હતો. બે દિવસ ના વરસાદે મગફળી ને નવું જીવનદાન આપ્યું છે . એકંદર આજે બીજા દિવસે પણ લોકો એ ખુલ્લા મને વરસાદ ની મોજ માણી હતી.