જસદણમાં મત આપ્યા નથી તેથી તમારા કામ નહીં કરું એવું કહેનારા પાણી પૂરવઠા પ્રધાન વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. ભલે તેઓ કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયાને 2 કલામાં પાણી પુરવઠા પ્રધાન બની ગયા હોય પણ તેઓએ જ્યારથી પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રજા પાણીથી પીડાવા લાગી છે. તેથી તેમની પાસે વધું અપેક્ષા રાખે છે. પણ તેઓ પ્રજાને મળવા માટે જાય છે ત્યારે ઠંડીગાર કારમાંથી બહાર આવતાં નથી.
કચ્છમાં પાણીની સમસ્યાને લઇને લોકોનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા બે દિવસથી કચ્છમાં પાણીના અછતનાવાળા વિસ્તારોની મુલાકાતે છે. સુવોઈ બંધને નર્મદાના પાણી ભરવાની ખાતરી આપી હતી.
મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે રાપર વિસ્તારમાં પાણીની સમિક્ષા માટે કેટલાક ગામડાઓમાં ગયા ત્યારે તેઓ ગરમીના વાતાવરણમાં પોતાની AC કારમાંથી બહાર નીકળવાની તસદી પણ લીધી ન હતી. પોતાની કારની બારીનો કાચ અડધો ખોલીને લોકોની રજૂઆત સાંભળી હતી.