માં કાર્ડ અને અમૃતમ આરોગ્ય કાર્ડમાં ગરબડ કોણ કરે છે ?

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં અમદાવાદ મહાનગર પાલિકા -અમપા- વિસ્તારમાં વી.એસ.હોસ્પીટલ, એલ.જી. હોસ્પીટલ, શારદાબેન જનરલ હોસ્પીટલ સહિત કુલ ૧૦ સરકારી હોસ્પીટલોમાં અને ૯૬ જેટલી ખાનગી હોસ્પીટલોમાં ૧-૪-૧૯ થી ૩૧-૧૦-૧૯ સુધીમાં ૧,૧૩,૦૭૮ ક્લેઈમ થયેલ છે જેના પેટે રૂ.ર૯૭.૩૧ કરોડ ચુકવેલા છે.

અમદાવાદમાં 4 લાખ ગરીબ લોકો માટે આ કાર્ડ આપવાં આવ્યા છે. દરેક કુટુંબે સરેરાશ રૂ.7500 સારવાર માટે સરકારે ખર્ચ કર્યો છે. 7 મહિનામાં આ રકમ થાય છે. તેનો મતસબ કે મહિને રૂ.1 હજારનું ખર્ચ આરોગ્ય પાછળ ગરીબ લોકો કરી રહ્યાં છે. આ માની શકાય તેવી વાત છે. મોટું કૌભાંડ થયું હોવાનું આ આંકડાઓ જ કહે છે.

જેમાં, વી.એસ., એલ.જી., શારદાબેન હોસ્પીટલ સહિત ૯ સરકારી હોસ્પીટલોમાં કુલ ૭ર૧પ૧ ક્લેઈમ થયા જેમાંથી ૯પ.પ૮ કરોડ ચુકવાયેલ છે.

જ્યારે ખાનગી હોસ્પીટલોમાં એપોલો, રાજસ્થાન, સંજીવની, સુપર સ્પેશા. નારાયણી હૃદયાલયા પ્રા.હોસ્પીટલો સહિત કુલ ૧૦૬ હોસ્પીટલોમાં ૪૦૯ર૭ ક્લેઈમ થયા. જેમાંથી ર૦૧.૭૩ કરોડની ચુકવણી કરવામાં આવેલ છે. આમ, કુલ ૧૧૩૦૭૮ ક્લીઈમ થયા જેની સામે ર૯૭.૩૧ કરોડની ચુકવણી થયેલ છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ દ્વારા મફત તબીબી સારવાર મળી રહે તે માટે યોજના શરૂ કરી છે. જેમાં તા.૧-૧ર-૧ર થી ૩૧-૧૦-૧૯ સુધીમાં કુલ ૭૬૪૧૩ મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ ઈસ્યુ કરાયા છે. જ્યારે ૩,ર૯,ર૦પ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ ઈસ્યુ કરેલ છે.

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુબોને તબીબી સારવાર પાછળ પોતાની આવકનો મોટોભાગ ખર્ચતા હોય છે. તેઓને ગંભીર બિમારીઓ જેવી કે હૃદય, મગજ, કિડનીને લગતી ઘનિષ્ઠ સારવાર, બર્ન્સ, કેન્સર ગંભીર ઈજાઓ તેમજનવજાત શીશુઓના રોગોની સારવાર માટે

આમ, શહેરમાં ગરીબી રેખા હેઠળ જીવતા અને ઓછી આવક ધરાવતા કુટુંબોના લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ અંગે નક્કી થયેલ એજન્સીઓ દ્વારા શહેરના કુલ રર સેન્ટરો ઉપરથી નવા કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.