માણસો ગુમ કરવાના જાદુના ખેલ શિખવતી પ્રાંતિજની શાળા

ગુજરાતના સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકામાં આવેલી પુનાદરા ગામની સરકારી શાળામાં 184માંથી 50 ટકા વિદ્યાર્થીઓ જાદુગરના ખેલ જાણે છે. કોઈ પણ મોટી જાદુગર કરી શકે તવા તમામ જાદુના કરતબ કરી જાણે છે. અહી જાદુના ખેલ ચાલી રહ્યા છે.  5 ફૂટ ઊંચે ઉડી રહેલી આ વિદ્યાર્થીનીને તેની જ મિત્રએ હવામાં 5 ફૂટ જાદુથી ઉંચી કરી છે.

અહીના આચાર્ય અને શિક્ષકોએ નક્કી કર્યું કે શાળાના બાળકોને કોઈ નવું કરતબ શીખવવામાં આવે. જેમાં નક્કી કર્યું જાદુના ખેલ શીખવમં આવે.  ત્યાર બાદ ઈન્ટરનેટ, સાયન્સના શિક્ષકો, જાદુગરોની મદદથી નવું અભિયાન ચાલુ થયું હતું.  પાણીમાંથી બરફ બનાવો, ધારદાર પત્રીઓ ગળવી, અંગારા ખાવા, કોથળીમાંથી બાળકને ગાયબ કરવું, સ્વાગત માટે દીપ પણ જાદુથી પ્રગટાવે છે. એકથી એક ચડીયાતા જાદુના ખેલ આ બાળકો કરી જાણે છે. જાદુની સાથે સાથે અંધશ્રધ્ધા દુર થાય એવા પ્રયાસો પણ આ બાળકો જાદુના માધ્યમથી કરે છે.

પુનાદરા ગામ બક્ષીપંચ વસ્તી ધરાવતું નાનકાળું ગામ છે. અહીના લોકોની આર્થિક સ્થિતિ પણ સદ્ધર નથી.આમ છતાં તેમને પોતાના સંતાનો ખાનગી શાળામાં ના ભણાવી શકવાનો જરા પણ વસવસો નથી. કેમ કે ખાનગી શાળાના બાળકો ના કરી શકે એવા કામ અને શિક્ષણ અહીના ગરીબ બાળકો મેળવી રહ્યા છે.
સામાન્ય રીતે સરકારી શાળાઓના શિક્ષકોની કામગીરી બાબતે હમેશા લોકો ફરિયાદ કરતા હોય છે કે.. જો કે પુનાદરા ગામની શાળાના શિક્ષકોએ જે કરી બતાવ્યું છે એ ખાનગી શાળાઓ પણ કરી શકે એમ નથી.વળી, બાળકો હાલમાં જે જાદુના ખેલ શીખ્યા છે તે જોતા અગામી સમયમાં તેમને નોકરી કદાચ નહિ મળે તો પણ એ લોકો જાદુના કરતબથી રોજગાર મેળવી શકશે એ નક્કી છે.– નીતિન પટેલ ( હિંમતનગર )