માણાવદર તા,૪
માણાવદરમાં વરસાદી ઝાપટા અચાનક જ વાતાવરણ પલ્ટો મારી વરસાદ પડતા સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી. જીનીંગ ઉદ્યોગમાં ગ્રાઉન્ડમાં હાલ કપાસની સીઝન હોય જીનીંગ ચાલુ થયા છે, જેથી કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલો હોય, તેથી તેને વરસાદથી બચાવવા દોડધામ, કપાસીયા ખોળ ખુલ્લી ગુણી, ખેડૂતોના ખેતરોમાં ખુલ્લામાં પડેલ પાથરા, તૈયાર મગફળી, ચારો પલળતા તેને બચાવવા દોડધામ મચી ગઇ હતી. ખેડૂતો પોતાના મહામૂલા મોલને બચાવવા દોડધામ મચાવી દીધી હતી. પરસેવો પાડીને પોતાનો મોઘામૂલો મોલ પર પાણી ફરી વળતુ જોઇને ખેડૂતોમાં હાહાકાર મચી ગયો હતો. તેમજ જેમતેમ કરીને ખેડૂતોઓ પોતાનો માલો બચાવ્યો હતો.