માધવસિંહની ખામ થિયરીના પગલે અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ૧૯૮૦માં યોજાયેલી ચુંટણીમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો 39 વર્ષથી અતુટ વિક્રમ ધરાવતા માધવસિંહ સોલંકીહનો 91માં જન્મદિવસ આજે હતો. ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં ચુંટાયા બાદ 9161માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૧૯૭૫માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનનાર માધવસિંહ ૧૯૭૬માં મુખ્યમંત્રી બન્યા હતા. પાંચ વર્ષ પૂરા કરનારા પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થીઅરી બનાવી હતી. જેમાં તેઓ 149 બેઠકો ખામ થિયરીના આધારે મેળવી અને ત્યાર બાદ કોંગ્રેસ સત્તા પરથી મૂળ સોતી ઉખડી ગઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય સત્તા પર આવી નથી. નજીકના ભવિષ્યમાં સત્તા પર આવી શકે તેમ નથી. માધવસિંહની એ મહા ભૂલ હતી. હવે માધવસિંહ તેમના વારસદાર અમિત ચાવડાને કહે છે કે કોંગ્રેસ નિષ્ફળ છે. પણ ખરેખર તો નિષ્ફળતા માટે તો માધવસિંહ પોતે જવાબદાર હોવાનું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે.

માધવસિંહની ખામ થિયરીમાં ક્ષત્રિય, હરીજન, આદિવાસી અને મુસ્લિમની મત હોય તેમની સાથે રાખીને બીજા સવર્ણ મતદારોને ખૂણામાં ધકેલવાની યોજના હતી. જે ભૂલ માધવસિંહ સોલંકીએ કરી હતી તે ભૂલ હવે અમિત શાહ કરી રહ્યાં છે.

અમિત શાહે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેનાના વડા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવીને ખામ થિયરીનો પૂરો અમલ કરી દીધો છે. તે અગાઉ સૌરાષ્ટ્રમાં કોળી ઓબીસી કુંવરજી ઠાકોર અને જવાહર પેથલજી ચાવડાને લઈને અમિત શાહે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે હવે ભાજપ સવર્ણોના મત પરનું રાજકારણ રમવાના બદલે અનામતનો લાભ લેતા સમાજનું ખામ થિયરી પરનું રાજકારણ કમશે. જેમાં મુસ્લિમ ફેક્ટ થોડું જૂદુ એટલા માટે પડે છે કે હિંદુઓને મુસ્લિમના નામે ભડકાવીને ભાજપ મત અંગે કરે છે. આમ માધવસિંહની ખામ થિયરી અમિત શાહે પૂરેપુરી અમલી બનાવી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહની ગુજરાતની આ થિયરીને મંજૂરી આપી છે. માધવસિંહે સવર્ણોને બાજુ પર મૂકીને રાજનીતિ શરૂ કરી તેથી સવર્ણોએ ભાજપને ગુજરાતમાં ઊભો કર્યો હતો. ત્યાર પછી જ ભાજપ સત્તા મેળવી શક્યો હતો. હવે સત્તા માટે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સવર્ણોને બાજુ પર મૂકી દીધા છે. જ્ઞાતિવાદ ભડકાવવાની જે ભૂલ માધવસિંહે કરી હતી તે ભૂલ અમિત શાહ કરી રહ્યાં છે.

ગુજરાતમાં 50 ટકા વોટ ઓબીસીના છે. 14-15 ટકા આદિવાસી, 8 ટકા દલિત, 18 ટકા પટેલ, 8 ટકા મુસ્લિમ તથા બીજી જ્ઞાતિ કે ધર્મના મત છે. અમદાવાદમાં જીએમડીસીમાં 10 લાખ પાટીદારો એકઠા થયા, બ્રાહ્મણોએ ભાજપનો વિરોધ કર્યો અને સુરતમાં અમિત શાહ સામે ખૂરશીઓ ઉછાળી પછી અમિત શાહ અને મોદીએ ખામ થિયરી નવા સ્વરૂપે અમલમાં મૂકી છે.

શું કહ્યું માધવસિંહે

ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ નીવડી હોવાનું રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોતાના જન્મ દિવસે કહ્યું હતું. સોલંકીનું કોંગ્રેસની નેતાગીરી અંગેના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે હાલમાં પ્રદેશ કોંગ્રેસમાં સારી હાલત નથી.

માધવસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસનાં નબળા નેતૃત્વ અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ રીતે નિષ્ફળ નીવડી છે અને આ નેતાગીરીમાં ફેરફાર કરવો જોઈએ, પરિવર્તન કરવું જોઈએ એવું ભારપૂર્વક જણાવ્યું હતું. મુખ્ય નેતા તો મજબૂત હોવો જ જોઈએ. તેનું ચલણ આખા રાજના નેતાગીરી પર પડે છે. એવું કહ્યું હતું. કોંગ્રેસમાં ઘણા યુવા નેતાઓ છે જે કોંગ્રેસને વધુ મજબૂત કરી શકે એમ છે. આ અંગે તમામ લોકોનો અભિપ્રાય હોવો જરૂરી છે. આ અભિપ્રાયો ઉપર ચોક્કસ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. જો ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો જે નેતા માટેના અભિપ્રાય હોય તેનાં વિશે પણ વિચારણા કરવી જોઈએ. પ્રિયંકા ગાંધી વાડ્રામાં મજબૂત નેતા બનવાનાં તમામ ગુણો છે. તેઓ પણ કોંગ્રેસનું નેતૃત્વ ચોક્કસપણે સફળતાપૂર્વક કરી શકે છે. તેઓ તેમનાં દાદી સ્વ. ઈન્દિરા ગાંધી જેવી છબી ધરાવતા હોવાનાં કારણે અને તેમનો વ્યવહાર લોકોને વધુ સારી રીતે સમજાવવાનો તેમ જ તેમનાં અનુભવ હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યા છે અને તેમને લોકોનો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. ત્યારે આ બાબતે પણ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ વિચારણા ચોક્કસ કરવી જોઈએ.