માફિયા સાથે ભાગીદારી કરવા લાંચ લેતા પકડાયેલા મામલતદારને બચાવતાં રાજનેતા

દિયોદર મામલતદાર પી.એસ. પંચાલ પોતાના ડ્રાઇવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર મારફત રૂ.25 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી ઉઠાવી ગઈ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ન પકડવા માટે હપ્તા લેવા ડ્રાઇવરને મોકલતો હતો. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અત્યંત કઠિન બન્યો છે. સૌથી મોટી વાત એ છે કે, ગેરકાયદેસર રેતી ખનન સામે અગાઉ ડીસા પ્રાંત એસીબીમાં ઝડપાઇ ગયા દિયોદર મામલતદાર પણ ઝડપાયા છે.

ડમ્પર ગેરકાયદેસર રાતદિવસ બનાસ નદીના પટમાંથી રેતી ખનન ચોરી ચાલતી રહે છે અને અધિકારીઓ હપ્તાઓ થકી પોતાના ખિસ્સાઓ ભરે છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહેલું છે.

રેતી,કપચીની હેરાફેરી માટે ટર્બો ગાડીનો ઉપયોગ થતો હોઈ દિયોદર મામલતદાર પી એસ પંચાલ અને એકિઝક્યુટિવ મેજીસટ્રેટ દિયોદર ને માસિક હપ્તો રૂ.20 હજાર ના આપતા હોઈ અવાર નવાર ગાડી રોકાવી ગાડી ડિટેન કરવાની ધમકી આપતો હતો.

કોણ રાજકીય નેતા છે

ફરિયાદી ને લાંચ આપવા ના માંગતા હોઈ પાલનપુર બનાસકાંઠા એ સી બી કચેરી ખાતે ફરિયાદ આપી હતી.  મામલતદાર પી એસ પંચાલ અને ડ્રાઈવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર કરાર આધારિત સરકારી વાહન ચલાવે છે, બન્નેને ઝડપી લઈ પુછપરછ માટે દિયોદર આરામ ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા. એસીબીની ટ્રેપ થતા રાજ્કીય આગેવાનો તેમને છોડાવવા માટે આરામ ગૃહ હાજર હોવાનું માનવામાં આવે છે.

મામલતદારના કહેવાથી ડ્રાઈવરે લાંચની રકમ સ્વીકારી.

સરકારી ગાડીના ડ્રાઈવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોરને રૂ.25 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. ડ્રાઈવરે મામલતદાર પી.એસ.પંચાલ ના કહેવા પ્રમાણે રકમ સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું.