ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંહ તરફથી જાહેરનામુ બહાર પડીને 7 મેથી લઇને 21 મે સુધી અમદાવાદમાં કેટલી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તો તેની સામે દંડનાત્મક પગલાં ભરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીની મતગણતરી અને ચૂંટણી પરિણામની 23 મે 2019 નજીક આવી રહી છે. આ દિવસોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ સ્થિતિ બની રહે તે માટે પોલીસ દ્વારા આવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવું જો અંગ્રેજ સરકાર વખતે ભારતની પોલીસ કરતી ન હતી.
તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 23 મેના રોજ આવનારા ચૂંટણીના પરિણામને લઇને અમદાવાદમાં શાંતિપૂર્ણ સ્થિતિ બની રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.