માનવીની તૃસણા અને સ્વાર્થી ઈચ્છા અને અપેક્ષાઓને કોઈ વ્યક્તિ કે સરકાર પણ સંતોષી શકે તેમ નથી. તેવી જ રીતે અદાણી ને પણ સરકાર દ્વારા આપવામાં આવેલ હજારો એકર જમીન ઓછી લાગી રહી છે. અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉતપન્ન કરવામાં આવેલ સેંકડો એકર જમીન અદાણી ને આપી દીધેલ છે. હવે આ ગામોમાં ગરીબ લોકોને રહેવા માટે પ્લોટ આપવા પણ જમીનો બાકી રહેલ નથી.. મુંદરા તાલુકામાં જંગલ વિસ્તારની જમીનો સિવાય હવે કોઈ સરકારી જમીનો બચી નથી. ત્યારે આ બચેલ જંગલની જમીનો ને પણ કેદ્ર સરકાર ગરીબ અદાણીને આપી દેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવેલ અન્ય જમીનો ઉપર રાજ્ય સરકાર નિર્ણય કરી શકે છે પરંતુ જે 1927ના ફોરેસ્ટ એક્ટ મુજબ જાહેર કરવામાં આવેલ જંગલ વિસ્તારની જમીનો માટેની સતા કેદ્ર સરકાર પાસે છે. આથી વર્તમાન સરકાર મુંદરા તાલુકાના 8 ગામોની કુલ 1575.81 હેકટર જંગલવિસ્તરની જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય કારેલ છે.
મુંદરા તાલુકાના 8 ગામોની આ જગલવિસ્તારની જમીનો અદાણી ને આપી ને તેના બદલામાં મુંદરાથી 200 કિલ્લોમીટર દૂર લખપત તાલુકાના કોરિયાની ગામમાં જંગલ વિસ્તાર માટેની જમીનો નક્કી કરવામાં આવેલ છે.
વાસ્તવમાં આ જંગલની જમીનો 1965મા ગુજરાતની કોંગ્રેસ સરકાર ના દ્વારા સ્થાનિક ભૌગોલિક હકીકતો અને આ વિસ્તારની પશુપાલકોની વસ્તીના આધારે આ લોકો ના વિશાળ હિતોને ધ્યાનમાં રાખીને 1927 ના ફોરેસ્ટ એક્ટ મુજબ અનામત જગલ વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો.અને તાલુકાના લોકો તેમજ પશુપાલકો માટે આ જંગલ વિસ્તાર ખૂબ આશીર્વાદ તરીકે ઉલયોગ સાબિત થયો છે. શિરાચા ગામના જગલમાંથી ભુજપૂર પાંજરાપોળ ઘાસ ખરીદીને તેમના પશુઓને ચારો આપતા હતા. તેમજ આ જંગલ વિસ્તાર ખૂબ સમૃદ્ધ અને દેશી જાડી વાળો જંગલ વિસ્તર છે તેમજ આજુબાજુના પશુઓ અને ખેડૂતો ચરીયાળ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે.
મુંદરા ના 19 ગામની ગોચર જમીનો અદાણી ને આપી દીધા પછી આ જંગલની જમીનો જ આ ગામના હજારો પશુઓ ચરિયાણ તરીકે ઉપયોગ કરે છે અને આ જગલ વિસ્તાર જ આ પશુપાલકો માટે એક માત્ર ચરિયાણ વિસ્તાર બચ્યો છે.
આ જંગલ ની જમીનો જયારે અદાણીને આપી દેવાનો નિર્ણય કેદ્ર સરકાર દ્વારા લેવાયો છે ત્યારે હર્યો ભર્યો જંગલ વિસ્તાર અદાણી ના વિકાસ એ કુવાળા થી નાશ થઈ જશે.
આ બધોજ જંગલ વિસ્તાર 1991 અને 2011 ના કોસ્ટલ રેગ્યુલેશન નિયમ મુજબ CRZ 1A માં આવે છે અને આ નિયમ મુજબ CRZ 1A માં આવતી કોઈપણ જમીનો કે જંગલ વિસ્તાર કોઈપણ કંપની કે ઉદ્યોગ ને આપી શકાય નહીં. તેમજ હમણાંજ નેશન ગ્રીન ટ્રીબ્યુનલના ઓર્ડર પછી ગુજરત કોસ્ટલ મેનેજમેન્ટ ઓથોરિટી ના દ્વારા ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તાર માટે જે CZMP ના નકશાઓ બનાવવમાં આવ્યા છે તેમાં પણ આ 8 ગામોના જંગલ વિસ્તારને CRZ 1A ની કેટેગરી માં રાખવામાં આવ્યા છે. જેને કોઈપણ કંપ્નીને હસ્તાત્રિત થઈ શકે નહીં. તેમ છતાંય પણ કેન્દ્ર સરકાર ના દ્વારા આ જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તે CRZ ના નિયમો નું ખુલ્મ ખુલા ઉલગન છે અને કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી.
આમ તો આ જમીનો લેવા માટે 2004 માં અદાણી એ માંગ કરી હતી પરંતુ કેન્દ્ર કોંગ્રેસ સરકાર આ જમીનો આપવા સ્થાનિક અસરગ્રસ્ત લોકોની રાહુલ ગાંધી સાથે મીટીંગ પછી આપવા સમત થઈ ન હતી. અને રાહુલ ગાંધી 2012 માં અમારે ભરોસો આપ્યો હતો કે તેમને જે જમીનો ઉપયોગી છે તે અદાણી ને તે આપવા નહિ દે. ત્યાર બાદ સરકાર બદલાતા આ જમીનો અદાણી ને આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે તે હકીકતો RTI થી બહાર આવી છે..
આ જમીનો આપવી એ 1980 ના જંગલ સરક્ષણ કાયદાની વિરોધ છે. આ કાયદાના નિયમ મુજબ સ્થાનીય જગલની બેલસતા હોવી એ જરૂરી છે જો જંગલ નું બેલેન્સ થતું ન હોય તો સરકાર અનામત જગલ વિસ્તર જાહેર કરીને તેની બેલેન્સતા પુરી કરવી. અહીં તો એ પણ નિયમનો ભંગ થાય છે.
ફોરેસ્ટ રાઈટ એક્ટ નો પણ ભંગ થાય છે.. 2006ના ફોટેસ્ટ રાઈટ એક્ટ મુજબ સ્થાયીય જંગલ વિસ્તાર ઉપર જેતે ગ્રામ પંચાયતના અને ગ્રામસભા નો અધિકાર છે તેમજ આ વિસ્તારના સ્થાનીય લોકોના હક્કો સેટલ કરવા કાયદાની દ્રષ્ટિએ જરૂરી છે. જ્યાં સુંધી સ્થાનીય લોકોના હક્કક અને અધિકારી સ્થાપિત ના થાય ત્યાં સુંધી આ જમીનો બીજી કોઈપણ કંપનીને આપી સ્કાય નહીં.
આ સમગ્રહ હકીકતો પછી આ બાબતને ઉચ્ચ સ્થાને કાયદાકીય દ્રષ્ટિએ પડકારવામાં આવશે.
ફઇરેસ્ટ જમીનો 1576.81 હેકટર
જયારે અદાણી ને આપવામાં આવેલ જમીનો આજે પણ એમજ ફાજલ પડી રહી છે અને તેના ઉપર કોઈ કંપની નખવામાં આવી નથી. તેમ છતાંય અદાણી જમીનોની સકરકાર પાસે માગણી કરતી જ રહે છે અને સકરકાર પણ કોઈપણ ભવિસ્યની અકીકતો અને લોકોની જરૂરિયાતોનું ખ્યાલ રાખ્યા વગર જ અદાણી ને જમીનોની લ્હાણી કરાવવમાં આવે છે જેનાથી આ વિસ્તારમાં ખૂબ મોટી અસંતુલન પરિસ્થિતિનું સર્જન થયું છે. સરકાર પાસે ખેડૂતોને જીવન જીવવા માટે બે ગુઠા બોર કૂવો બનનાવવા માટે જમીન આપતી નથી અને અદાણી ને હજારો એકર જમીન ચૉકલેટ ના ભાવ કરતા પણ સસ્તા ભાવે આપી દીધી છે.
મુંદરા તાલુકાના 58 ગામના ખેડૂતો ની જમીન અદાણી 2009માં સંપાદન કારેલ હોવા છતાંય આજે પણ 18 ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યો નથી અને આ લોકોની જમીનોમ બળજબરીથી લઈ લેવામાં આવી છે. આ વિકાસની વાસ્તવિકતા છે.
ખેડૂતો માટેની લડત ને રાહુલ ગાંધી સંપુર્ણ પોતાનો સાથ આપ્યો છે અને અમારે સ્થાનીય લોકોને 3 એપ્રિલ 2012ના રોજ પોતાના ઘરે બોલાવીને ચર્ચા કાફી4 હતી અને ત્યાર બાદ સરકારના વિભાગને અમને મદદ કરવા સૂચન કર્યો હતો . અને પિતાની ટીમના બે સદસ્યોને અમારી સાથે કામ કરવા અને મદદ કરવા કહ્યું હતું જે આજે પણ સ્થાનીય લોકોની મુશ્કેલી માટે રાહુલજીને રિપોર્ટ કરવામાં આવે છે.