[:gj]મજૂરોની રોજગારીનો સરવે બેકાર યુવાનોના નામે ચઢાવી દેતી રૂપાણી સરકાર – કોંગ્રેસ[:hn]श्रम रोजगार के बेरोजगार युवाओं के सर्वेक्षण के नाम पर रुपाणी सरकार – कांग्रेस[:]

[:gj]અમદાવાદ, 26 જૂન 2020

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે.

પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ 2018થી જુલાઈ 2019 સમયાગાળાના સમગ્રદેશમાં 1,01,579 ઘરમાં 420 હજાર નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના 55812 હાઉસ હોલ્ડના 2.40 લાખ નાગરિકો જ્યારે 45767 હાઉસહોલ્ડના 1.81 લાખ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર દેશના 135 કરોડ નાગરિકોમાંથી માત્ર 420 હજાર નાગરિકોની સેમ્પલ સાઈજ જે માત્ર શ્રમિકો માટેની પસંદ કરી છે. છતાં સરકાર રોજગારીના મોટા દાવા કરે તે કોઈ અંશે વ્યાજબી નથી. સમગ્ર સર્વે શ્રમિકોને લઘુત્તમ રોજગારીનો સેમ્પલ સર્વે હોય ત્યાં રોજગારીમાં અવ્વલ નંબરના દાવા વિજય રૂપાણીની ભાજપ સરકાર કરે તે કોઈ અંશે વ્યાજબી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેમાં સમગ્ર દેશમાં માત્ર 12800 ગામનો સેમ્પલ સાઈજ, જેમાં ગુજરાતમાંથી માત્ર 440 સેમ્પલનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 208 અને શહેરી વિસ્તાર 232 સેમ્પલ ગણત્રીમાં લેવાયા છે. એટલે કે પીરીયોડીક લેબર ફોર્સ સર્વે (PLFS) માં સમગ્રદેશમાં માત્ર 1.6 ટકા સેમ્પલ સાઈજ અને ગુજરાતની માત્ર 2.3 સેમ્પલ સાઈજ સમાવેશ થાય છે.

કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વ યુ.પી.એ. સરકારના વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસીંઘ અને યુ.પી.એ. ચેરપર્સન સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશના શ્રમિક વર્ગને મહાત્મા ગાંધી નેશનલ રૂલર એમ્પલોયમેન્ટ ગેરેન્ટી (MNAREGA) ઐતહાસિક રોજગાર કાયદા સ્વરૂપ દ્વારા 100 દિવસની રોજગારી આપી છે.

પણ કેન્દ્રની મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ મનરેગા કાયદાને ઓછા નાણાં ફાળવણી કરીને કાયદાને લૂલો કરવાનો સતત પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં પણ મનરેગા કાયદામાં મોટા પાયે ગેરરીતિ, ઓછુ વેતનની ચુકવણી અને શ્રમિકોને અન્યાય થતો હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (NSSO)ના સંપુર્ણ અહેવાલમાં સમગ્ર દેશમાં 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર મોદી શાસનમાં છે. જે ભાજપ સરકાર અને મોદી શાસનની દેશ અને ગુજરાતના નાગરિકોને કુભેટ છે. વાયબ્રન્ટ ઉત્સવોના નામે પ્રજાના પૈસે તાગડધિન્ના કરનાર અને અબજો રૂપિયાનું મુડી રોકાણ અને લાખો રોજગારના દાવાનો મોદી ને રૂપાણી સરકારનો પરપોટો ફુટી ગયો છે.[:hn]अहमदाबाद, 26 जून 2020

यदि भाजपा सरकार में आवधिक श्रम बल सर्वेक्षण के आधार पर रोजगार के बड़े-बड़े दावे करके रोज़गार की तस्वीर पेश करने की हिम्मत है, तो गुजरात में सरकारी और निजी रोज़गार, करोड़ों रोज़गार के दावों के तथ्यों का खुलासा जीवंत त्यौहारों में किए गए करोड़ों डॉलर के निवेश से करना चाहिए।

आवधिक श्रम बल सर्वेक्षण जुलाई 2018 से जुलाई 2019 तक देश भर के 1,01,579 घरों में 420,000 घरों को कवर करता है। इसमें 55812 घरों के 2.40 लाख नागरिक शामिल हैं, जबकि 45767 घरों के 1.81 लाख नागरिक हैं। यह देश भर के 135 मिलियन नागरिकों में से केवल 420,000 लोगों के लिए एक नमूना आकार है, जिन्होंने केवल श्रमिकों के लिए चुना है। फिर भी सरकार के लिए रोजगार के बारे में बड़े दावे करना उचित नहीं है। भाजपा सरकार के लिए विजय रुपाणी को पूरे सर्वेक्षण में नंबर एक नियोक्ता के रूप में दावा करना उचित नहीं है, जहां न्यूनतम रोजगार नमूना सर्वेक्षण है।

गुजरात प्रदेश कांग्रेस समिति के मुख्य प्रवक्ता डॉ। मनीष दोषी ने कहा

पीरियोडिक लेबर फोर्स सर्वे में देश भर के केवल 12800 गांवों का नमूना है, जिसमें गुजरात से केवल 440 नमूने शामिल हैं। जिसमें 208 नमूने गुजरात के ग्रामीण क्षेत्रों से और 232 नमूने शहरी क्षेत्रों से लिए गए हैं। यानी, पीरियोडिक लेबर फोर्स सर्वे (PLFS) पूरे देश में केवल 1.6 प्रतिशत नमूना आकार और गुजरात में केवल 2.3 प्रतिशत नमूना आकार को शामिल करता है।

केंद्र में कांग्रेस का तत्कालीन नेतृत्व सरकार के प्रधान मंत्री और महान अर्थशास्त्री डॉ। मनमोहन सिंह और यू.पी.ए. महात्मा गांधी राष्ट्रीय शासक रोजगार गारंटी (MNAREGA) ने ऐतिहासिक रोजगार कानून के माध्यम से अध्यक्ष सोनिया गांधी के नेतृत्व में देश के श्रमिक वर्ग को 100 दिनों का रोजगार दिया है।

लेकिन केंद्र में मोदी सरकार के सत्ता में आने के बाद, मनरेगा अधिनियम कम पैसे आवंटित करके कानून को अपंग करने की लगातार कोशिश कर रहा है। गुजरात में भी, मनरेगा अधिनियम में बड़े पैमाने पर अनियमितताओं, श्रमिकों को कम वेतन और अन्याय की व्यापक शिकायतें हैं।

नेशनल सैंपल सर्वे ऑर्गनाइजेशन (NSSO) की एक पूरी रिपोर्ट के मुताबिक, मोदी सरकार की 45 सालों में देश में सबसे ज्यादा बेरोजगारी दर है। जो भाजपा सरकार और गुजरात की जनता और मोदी शासन के लिए बुरा है। रूपानी सरकार का बुलबुला फूट पड़ा है, जिसमें जीवंत त्यौहारों के नाम पर अरबों रुपये के पूंजी निवेश और लाखों नौकरियों का दावा किया गया है।[:]