વાસણ આહીરની કામલીલાનો વિરોધ મુંબઈ કચ્છી સમાજમાં થઈ રહ્યો છે. 40 જેટલી સંસ્થાઓના આગેવાન દ્વારા ગુજરાતના પોલીસ વડાને તે અંગે એક પત્ર પણ લખ્યો છે. આ સંસ્થાઓ વાસણ આહીરને નજીકથી ઓળખે છે. નલીયા બળાત્કાર કેસ અને જયંતી હત્યા કેસમાં કચ્છને કલંક લાગ્યું હતું હવે આ નવી ઘટનાથી એક કચ્છી તરીકે અમારું માથું શરમથી ઝૂકી જાય છે. કલ્પના અને જ્યોત્શના પણ અમારા કચ્છમાં રહે છે. તેથી હવે વાસણ આહીરનું જીવનું જોખમ ઊભું થયું છે. તેથી વાસણ આહિરના મોબાઈલ ફોન પર તેમને સંદેશો મોકલાવેલો છે. તે પોલીસ અધિકારીઓને પણ મોકલાવેલ છે. તે ઓડિયો ટેપ સોશિયલ મિડિયામાં કોણે મૂકી તેની તુરંત તપાસ કરો.
નલિયા બળાત્કાર કેસ અને ભાનુશાળી હત્યા કાંડમાં કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં ખરાબ થયું છે. બદનામ થયું છે. તેથી તપાસ કરવા માટે અમે ફરિયાદી બન્યા છીએ. મુંબઈથી સ્પીડ પોસ્ટ દ્વારા ફરિયાદ 9 પોલીસ અધિકારીઓને મોકલી આપી છે. ફરિયાદ મળી હોવાની પહોંચ મોકલી આપજો એવી અરજી કરી છે. તેમ કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ જણાવ્યું હતું.