માર્ચ 1993માં મુંબઈમાં બોંબ ધડાકા કરીને લોકોને મોતને ઘાટ ઉતારવામાં ગુજરાતના પોરબંદર પાસે આર ડી એક્સ ઉતારીને મુંબઈ લઈ જવાયું હતું. જેમાં દાઉદ ઉપરાંત તે કેસમાં બે આરોપીઓ મમુમીંયા અને તેના ભાઈ જુસબમીંયા 2005 અને 2017માં દુબઈથી ભારત આવતો હતો ત્યારે ઘરપકડ કરી હતી. જેનું આરોનામું જામનગરની ટાડા અદાલતમાં મૂકવામાં આવ્યું હતું. જેમાંથી ડીસ્ચાર્જ કરવા માટે અદાલતમાં અરજી કરી હતી. જે રજ થઈ હતી. ત્યાર બાદ તે સુપ્રિમ કોર્ટમાં ગયા હતા અને તેનો અહેવાલ ટાડા કોર્ટમાં રજૂ થતાં કેસમાં મુદત પડી છે. 25 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતની પોલીસ વધું કઈ કરી શકી નથી.
આમર.ડી.એકસ અને ઘાતક શસ્ત્રોનું પોરબંદરના ગોસાબારા દરિયા કિનારે લેન્ડીંગ કરવા અને તેની હરફેર કરી મુંબઇ પહોંચાડવા ગુન્હાહીત ષડયંત્ર રચાયાનો આરોપ હતો. 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબી ધ્વંશ થઇ તેનો ગેરલાભ લઇ દેશમાં કોમી રમખાણ ફેલાવવાના ઇરાદે મુંબઇમાં બોંબધડાકા કરવા અને તોફાનો ભડકાવવા આર.ડી. એકસ અને એ.કે. 47, એ.કે.56, 9એમ.એમ.પિસ્તોલ, હજારો કારતુસ પાકિસ્તાનથી અલસદા બહાર નામની બોટમાં ગોસાબારા, રત્નાગીરી, વલસાડ થઇને મુંબઇ પહોંચ્યા હતાં.
1993નાં મુંબઇ સિરિયલ બ્લાસ્ટને અંજામ આપવા માટે ઘડાયેલા કાવતરાના ભાગરૂપે પોરબંદર નજીકના ગોસાબારાના દરિયાકાંઠે વિસ્ફોટક પદાર્થ આરડીએક્સ લેન્ડીંગ કેસમાં જામનગરની ખાસ ટાડા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા પોરબંદરના મમુમીંયા પંજુમીયા અને તેના ભાઇએ કોર્ટમાં દાખલ કરેલ કેસમાંથી મુક્તિની અરજી રદ કરી દીધી છે. હવે સરકાર પક્ષે આ બને આરોપીઓ સામે ચાર્જફ્રેમની અરજી દાખલ કરવામાં આવશે. હાલ બન્ને બંધુઓ જામીન મુક્ત હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસની વિગત મુજબ વર્ષ 1993, 12મી માર્ચ, શુક્રવારના રોજ મુંબઇમાં સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતાં. દાઉદ ઇબ્રાહીમ સહિતના દેશદ્રોહીઓની સીધી સંડોવણી અને પાકિસ્તાની કુખ્યાત એજન્સી આઇએસઆઇની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. દરમિયાન ભારતીય એજન્સીઓની તપાસમાં સમગ્ર પ્રકરણનો ઘટસ્ફોટ થયો હતો. વિસ્ફોટોમાં જે પદાર્થ વપરાયો હતો તે આરડીએકસ પાકિસ્તાનથી ભારતમાં પોરબંદર નજીકના ગોસાબારા નજીક ઉતારીને મુંબઇ ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ પ્રકરણમાં જામનગરના સીટી બી ડિવીઝનમાં151/93 દાઉદ ઇબ્રાહીમ સહિતના 40 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જોકે વાસ્તવીકતા એ છે કે અઢી દાયકા વિતવા છતાં આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવ્યો જ નથી.
પોલીસ દ્વારા અગાઉ 31 આરોપીઓ સામે તહોમતનામું મુકાયું હતું. ત્યારબાદ ટાડા કોર્ટે વર્ષ 2005 માં પકડાયેલા પોરબંદરના ઉંમરમીંયા ઉર્ફે પંજુમીયા અને વર્ષ 2016માં પકડાયેલા તેના ભાઇ જુસબમીંયા ઉર્ફે દાદલીમીંયા સૈયદ, મહમદ સલીમ ઉર્ફે સલીમ કુતા, અબ્દુલ કયુમ શેખ, મહમદ કાસમ લાજપોરીયા ઉર્ફે ચાચા મીકેનીક ઉર્ફે કાલીયા કાદીર અહેમદ શેખ અને ઇસ્તીયાક અહેમદ અન્સારી સામે ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવી હતી. જેને લઇને બન્ને બંધુઓ મમુમીંયા અને દાદલીમીંયા ઉપરાંત આ કેસના 25 થી વધુ આરોપીઓ ટાડા કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતાં.
મમુમીંયા અને દાદલીમીંયાએ ટાડા કોર્ટમાં કેસમાંથી ડીસ્ચાર્જ કરવા અરજી કરી હતી. જે અનુસંધાને સ્પે. ટાડા કોર્ટના જજ પી.સી.રાવલે આરોપી બંધુઓએ પોતાની પાસેથી કોઇ રીકવરી થઇ નથી ઉપરાંત તેઓ સામે ટાડાના કેસમાં સરકારની અગાઉથી મંજુરી લેવાવી જોઇએ જે લેવાઇ નથી. તેવી દલીલ કરી છે. આ કેસના અનુસંધાને સ્પેશ્યલ ટાડા કોર્ટ દ્વારા બંન્ને બંધુઓની અરજી રદ કરતો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને 25 વર્ષ બાદ આ કેસમાં મહત્વનો ચુકાદો ગણવામાં આવી રહ્યો છે.
આગામી સમયમાં પોરબંદરના આ બંધુઓ સામે સરકાર પક્ષે સ્પેશ્યલ ટાડા કોર્ટમાં ચાર્જ ફેમ કરવામાં આવશે એમ જણાવ્યા મળ્યું છે. તો બીજી તરફ જામીન મુકત બન્ને બંધુઓને પણ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે. આ કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણી અને એમ.એ.મહેતા રોકાયા છે.
શું છે સમગ્ર કેસની સત્તાવાર વિગતો
આમર.ડી.એકસ અને ઘાતક શસ્ત્રોનું પોરબંદરના ગોસાબારા દરિયા કિનારે લેન્ડીંગ કરવા અને તેની હરફેર કરી મુંબઇ પહોંચાડવા ગુન્હાહીત ષડયંત્ર રચાયાનો આરોપ હતો. 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબી ધ્વંશ થઇ તેનો ગેરલાભ લઇ દેશમાં કોમી રમખાણ ફેલાવવાના ઇરાદે મુંબઇમાં બોંબધડાકા કરવા અને તોફાનો ભડકાવવા આર.ડી. એકસ અને એ.કે. 47, એ.કે.56, 9એમ.એમ.પિસ્તોલ, હજારો કારતુસ પાકિસ્તાનથી અલસદા બહાર નામની બોટમાં ગોસાબારા, રત્નાગીરી, વલસાડ થઇને મુંબઇ પહોંચ્યા હતાં. આ ઘટના બાદ જે તે વખતના જામનગરના એસ.પી. પ્રમોદકુમાર ઝા ની ટીમને મળેલી બાતમીને આધારે દેશ વિરોધી ષડયંત્ર સબબ અનેક શખ્સોને જામનગર જિલ્લા અને ગુજરાત તથા રાજ્ય બહારથી દબોચી લેવામાં આવ્યા હતાં. આ સંદર્ભે જે તે વખતના એલ.આઇ.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. ડી.જી.વાઘેલા સરકાર પક્ષે ફરિયાદી બન્યા હતા અને સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હા રજીસ્ટર્ડ નંબર 151/93 થી ગુન્હો નોંધાવ્યો હતો. ટાડા, આર્મ્સ એકટ અને આઇ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં આ કાવત્રુ પાકિસ્તાનની નામચીન ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલીજન્સ (આઇ.એસ.આઇ.) એ ઘડ્યું હતું અને પાકિસ્તાનમાં આશરો આપવાના બદલામાં વળતરરૂપે દાઉદ ઇબ્રાહીમ અને તેની ગેંગની મદદથી પાર પાડ્યું હતું. આ ગુન્હામાં દાઉદ ઇબ્રાહીમ તેમનો ભાઇ અનિલ ઇબ્રાહીમ, છોટા શકીલ, ટાઇગર મેમણ, આરીફ લંબુ, યુનુસ લોટો, સલીમ કુતા, મહમદ કાલીયા તથા નામચીન અપરાધીઓ સંડોવાયા છે. દાઉદ, અનિસ, ટાઇગર પાકિસ્તાન ભાગી ગયા હોવાથી વોન્ટેડ છે.