અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલે પોતાની સામે થઈ રહેલાં વિરોધછી ફરીથી ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવતા તેમના સ્થાને ભાજપના નજીક ગણાતા અને પદ્મશ્રી વિજેતા મુંબઈના મનોજ જોષીને ટિકિટ આપવાની ચર્ચા હતી પણ હજુ સુધી તેમનું નામ જાહેર કરાયું નથી.
સાંસદ પરેશ રાવલ મતવિસ્તારના કામોમાં નિષ્ક્રિય રહ્યા હતા, આ ઉપરાંત ગુજરાતમાં ભાજપના મહત્વના કાર્યક્રમો અને બેઠકોમાં સતત ગેરહાજર રહેતા હતા. પરિણામે ગુજરાત ભાજપ અને હાઈ કમાન્ડે પણ પરેશ રાવલની રાજકિય નિષ્ક્રિયતાની ગંભીર નોંધ લીધી હતી. આ મામલે ભાજપે હાઈકમાન્ડે પણ પરેશ રાવલને જણાવતા પરેશ રાવલે પોતે ફિલ્મી દુનિયામાં વ્યસ્ત હોવાના કારણ રાજકારણમાં અને લોકો માટે સમય ફાળની શકતા ન હોવાનું જણાવી ફરીથી લોકસભાની ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ધાર ભાજપના ટોંચના નેતાઓ સમક્ષ કર્યો હતો.
ભાજપની નજીક ગણાતા અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર મનોજ જોષી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રાજકીય કાર્યક્રમોથી માંડીનો ગુજરાત સરકાર સાથે નજીકનો ઘરોબો ધરાવે છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિ અને કોર ગ્રુપ દ્વારા નામ નક્કી કરવામાં આવ્યું હતું અને પરેશ રાવલના સ્થાને મનોજ જોષીને ટિકિટ આપવા માટે ઉમેદવારોની યાદીમાં કેન્દ્રિય ચૂંટણી સમિતિ સમક્ષ મુકવામાં આવી હતી. પણ હજુ સુધી ભાજપે સત્તાવાર નામો જાહેર કર્યા નથી. તેથી કોંગ્રેસ પણ પોતાના નામ જાહેર કરતી નથી.