એસ ટી બસમાં મહિલાઓ અસલામત, પેનિક બટન કે જીપીએસ નથી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 22 જૂન 2019ના દિવસે ભાવનગર ખાતે કહ્યું હતું કે, એસ.ટી. બસ ન માત્ર સારી સેવા છે, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે.
પણ ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી રાજયની સરકારી તેમજ ખાનગી બસોમાં જીપીએસ અને પેનિક બટનની વ્યવસ્થા ફરજિયાત કરવાનો આદેશ સરકાર દ્વારા અપાયો હતો. તેનો અમલ કરાયો નથી. દુષ્કૃષ્ઠ અને મહિલાઓ સામેના અત્યાચારના કિસ્સામાં વધારો નોંધાતા સુરક્ષાના કારણોસર નિર્ણય લેવાયો હતો.
દિલ્હીમાં૨૦૧૨માં નિર્ભયા દુશ્કર્મ કાંડ થયા બાદ દેશના જાહેર પરિવહન સેવામાં સુરક્ષા વધારવાની માંગ પ્રજામાંથી ઊઠી હતી. ત્યારબાદ સરકારે મહિલાઓની સુરક્ષા માટે તબકકાવાર પગલાં લેવાની જાહેરાત કરી હતી.
મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કૃષ્ઠના કિસ્સા વધવાના કારણે ટ્રાન્સપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જીપીએસ અને પેનિક બટન ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ (એસટીબી) દ્વારા સરકારી તેમજ ખાનગી બસોમાં જીપીએસ અને પેનિક બટનની વ્યવસ્થા મૂકવા આદેશ અપાયા હતા.
એસટી બસમાં મૂકવામાં આવનાર પેનિકા બટન સ્પેશ્યિલ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રાખવાના હતા. આફતના સમયનું બટન દબાતા જ બસમાં જીપીએસના માઘ્યમથી બનાવ ક્યાં બન્યો જાણી લે એવી ટેકનોલોજી છે. તુરંત ઘટના સ્થળની નજીક રહેલા પોલીસ સ્ટેશનને જાણ કરશે.
80 ટકા બસમાં GPS નથી
ગુજરાતમાં 2.50 કરોડ વાહનો દોડે છે. જેમાં ૧૦ ટકા એટલે કે 25 લાખ વાહનો સરકારી છે. ગુજરાતમાં ૯ હજાર એસ.ટી. બસો છે જેમાંથી ર૦ ટકામાં જીપીએસ ટ્રેકર મુકાયા છે. બાકીમાં મૂકાયા નથી.
મુખ્ય પ્રધાન રૂપાણી જ્યારે વાહન વ્યવહાર પ્રધાન હતા ત્યારે તેમણે જીપીએસ લગાવવાની જાહેરાત કરી હતી.
જીપીએસ લાગેલા છે પણ તેનો સાચો ઉપયોગ થતો નથી.
એસ ટી બસ આજે પણ રાજ માર્ગો પર ગમે તે જગ્યાએ ઊભી રાખી દેવામાં આવે છે. રેસ્ટોરાં પર ઊભી રાખવામાં આવે છે. મોડી ઉપડે છે તો તે જીપીએસમાં સાચી વિગતો જાહેર થતી નથી. કારણ કે અડધો કલાક મોડી ઉપડે તો તે જીપીએસ દ્વારા માન્ય છે. જે રિપોર્ટમાં બતાવતાં નથી. રૂટમાં બસ માન્ય કરતાં વધું 3 સ્થળે ઊભી હોય તો તે પણ જીપીએસ બતાવતું નથી. બસનું ટાઈમ ટેબલ જ જાહેર કરાયા નથી તો બસ સમયસર છે કે કેમ તે જાણી શકાતું નથી.
તેથી ખરેખર મોડી ઉપડતી કે રસ્તામાં ઊભી રહેતી બસના ડ્રાઈવર કંડક્ટરમાંથી માંડ 4 ટકા સામે જ પગલાં ભરવામાં આવે છે. 96 ટકાને જવા દેવામાં આવે છે. જીપીએસમાં આ ટાઈમ સેટ કરેલો હોય છે કે અડધો કલાક મોડી કે 3 સ્થળે ગેરકાયદે ઊભી રહેલી બસ એ કાયદેસર ગણે છે.
તેમને પેનલ્ટી આપવામાં આવતી નથી. રોજના ડેટા જનરેટ થાય છે પણ જાહેર થતાં નથી. કેટલાં ગામોમાં એસટી બસ કયા સમયે ગઈ તેના કોઈ ડેટા જ ઉપલબ્ધ નથી. તો ત્યાં સલામતી કેવી.
રિપોર્ટસ જનરેટ થાય છે. પણ તેનો ઉપયોગ થતો નથી. કેટલી પેનલ્ટી લેવામાં આવી તે એસટીએ જાહેર કરવું જોઈએ. જે થતું નથી.
૯૮ ટકા ગામો ૯૯ ટકા પ્રજાને સાંકળીને એસ.ટી. નિગમ રપ લાખ કિ.મી.થી વધુ કિ.મી.નું સંચાલન કરી લોકોને જોડતી કડી છે. ત્યારે તેની સલામતી અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ફળદુ ચિંતિત નથી. જો હોય તો તુરંત જીપીએસના ડેટા જાહેર કરવા જોઈએ, ટાઈમ ટેબલ પ્રજાની વચ્ચે વેબસાઈટ પર મૂકવું જોઈએ.
કુલ ૭૪૬૫ બસોનું જી.પી.એસ. આધારિત મોનીટરીંગ કરાશે. IDMS/ INMANS/ EBTM/OPRS/ CCTVથી તમામ સંચાલકીય બાબતોની મોનીટરીંગ સીસ્ટમથી સરળ-સલામત વાહનવ્યવહારનું નિયમન થઇ શકે એવી ટેકનોલોજીની જાહેરાત 2016માં ભાજપ સરકારે કરી હતી.
રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા એસ.ટી. બસોમાં જી.પી.એસ. સીસ્ટમ લગાવવાની સાથે સ્પીડમાં વધારો કરતાં બસનો સમય ૧ર ટકા જેટલો બચવો જોઈ તો હતો. પણ તેમ થયું નથી. બસોનો ઉપયોગ પણ તેટલો જ વધવો જોઈ તો હતો. ગુજરાતમાં મુસાફરોને તેનો હજુ સુધી જોઈએ તેવો લાભ મળ્યો નથી.
રાજયની રપ૦૦ એકસપ્રેસ બસોને જી.પી.એસ. સિસ્ટમથી સજ્જ કરવાની હતી. જેથી તેની ઝડપ જળવાયેલી રહે. અમદાવાદ જેવા ડેપોમાં એસ.ટી. બસને જી.પી.એસ. સીસ્ટમથી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
જીપીએસની મદદથી પેશેન્જર જાણી શકવા જોઈએ તે તેઓ કયા સ્થળે છે. આ ટેકનોલોજી જો હવે મોબાઈલ ફોનમાં પણ ઉપલબ્ધ છે. પણ એસ ટી બસની સવારી સલામત સવારી બનાવવા માટે આવી ટેકનોલોજી કે પેનિક બટન પણ નથી.