લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપ હાલમાં સૌરાષ્ટ્રમાં એક પછી એક ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જૂનાગઢ પાસે વિસાવદરમાં એક સભા હતી અને તેને છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવાઇ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે. ખાલી ખુરશીઓના વાઇરલ થયેલા ફોટો પર કહ્યું કે લોકો ભાજપની સભામાં નથી આવતા એટલે કાર્યક્રમ રદ્ કરી દેવો પડ્યો છે. અને આ વિસ્તારના ખેડૂતો ભાજપને કારણે બહુ જ હેરાન થયા છે. પાક વિમાના મુદ્દે પણ ભાજપે કોઇ જ મદદ કરી નથી. જેથી રૂપાણીન સભામાં 100 જેટલા જ લોકો પણ ભેગા ન થતા સભા રદ્દ કરી દેવાઇ હતી. મુખ્ય પ્રધાનની 5 સભાઓ હતી તે સદંતર નિષ્ફળ રહી છે. તેથી ભાજપ ડીપ્રેશનમાં જતો રહ્યો છે.
બીજી બાજુ ભાજપે બચાવ કરતા કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે અને સીએમે પણ અહીયા હાજરી આપવાની હોવાથી વિસાવદરનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં તો ખાલી ખુરશીઓને લઇને ભાજપ સામે કોંગ્રેસને પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.
15 એપ્રિલ 2019ના મુખ્ય પ્રધાનના કાર્યક્રમો.
10:30જાહેરસભા (જૂનાગઢ લોકસભા)સ્થળઃ શાયોના પેટ્રોલ પંપ પાસે, વિસાવદર, જી. જૂનાગઢ.
16:00જાહેરસભા (પોરબંદર લોકસભા)સ્થળઃ દાદુભાઇની વાડી, માંગરોળ રોડ, કેશોદ, જી. જૂનાગઢ.
17: 25ભાજપ કાર્યાલય ઉદ્ઘાટનસ્થળઃ જવાહર રોડ, ઉપલેટા, જી. રાજકોટ.
17:40જાહેરસભા (પોરબંદર લોકસભા)સ્થળઃ બાવલા ચોક, ઉપલેટા, જી. રાજકોટ.
19:45જાહેરસભા (પોરબંદર લોકસભા)સ્થળઃ સુદામા ચોક, પોરબંદર.
આ તમામ સ્થળો પર માત્ર ભાજપના કાર્યકરો કેટલાક અંશે હતા પણ લોકો ક્યાંય જોવા મળ્યા ન હતાં. આમ મુખ્ય પ્રધાનની સભાઓ ફ્લોપ રહી છે. લોકોએ ભાજપની કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની રબર સ્ટેમ્પ રૂપાણી સરકારથી ગ્રામજનો અને શહેરીજનો નારાજ છે. તેથી હાર્દિક પટેલે જણાવ્યું હતું હતું કે ભાજપ ડબલ ડીઝીટ સુધી નહીં પહોંચે. રૂપાણી, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સભામાં લોકો આવતાં ન હોવાથી ભરપુર પૈસા ખર્ચવાનું ભાજપ હવે શરૂ કરશે. અમિત શાહની અમદાવાદમાં સભા હતી ત્યારે સભામાં આવેલા લોકોને ભોજન વખતે પૈસા ચૂકવવામાં આવતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. અમિત શાહના રસોડામાં અડધું ભોજન વધી પડ્યું હતું.