મુખ્ય પ્રધાન રૂપાણી સાચા ઠર્યા, ગૃહ અને મહેસુલ વિભાગ સૌથી વધું ભ્રષ્ટ

ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષાટાચાર વધું છે. તે વાત સાચી છે. આખી સરકારના વિભાગો ભ્રષ્ટ છે. જેમાં સૌથી વધું ભ્રષ્ટ કોઈ વિભાગ હોય તો તે મુખ્ય પ્રધાન પોતે સંભાળે છે અને તેમના આસિસ્ટંટ તરીકે પ્રદીપ જાડેજા છે તે ગૃહ વિભાગમાં છે. જેમાં 474 ગુના ભ્રષ્ટાચાર અંગે નોંધાયા છે. સરકારના જ આંકડા કહે છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં 1203 ગુનાઓ ભ્રષ્ટાચારના  પકડાયા છે. જેમાં રૂપાણીના ગૃહ વિભાગે આવા ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવાની થાય છે. પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ગૃહ વિભાગ સંભાળતાં ગોવા છતાં 137 ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવાની બાકી છે. 1796 ભ્રષ્ટ લોકોને પકડ્યા છે. જેમાં 137 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 2018ના ગુનાઓમાં 83 આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા છે.  સામૂહીક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.

2015માં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા 275 ગુના, 2015માં 3015, 2016માં 258, 2017માં 148 અને સપ્ટેમ્બર 2018 સુધીમાં ગુના થયા હતા.

અમદાવાદ જિલ્લો આખો ભ્રષ્ટાચરથી ખદબદી રહ્યો છે. જ્યાં 149 ગુના નોંધાયા છે. વડોદરા એસીબીએ 2018માં 70 ગુના નોંધાયા હતા જેમાં 113 આરોપીની કરાયેલી ધરપકડ કરી હતી.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 249, મહેસૂલ વિભા 248 આરોપીઓ, કૃષિ અને સહકાર વિભાગ 104, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 138, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના 94 આરોપીઓ પાંચ વર્ષના સમય ગાળામાં પકડાયા છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિક નિયામક હસમુખ પટેલે અગાઉ જાહેર કર્યું હતું કે, સત્તાના દુરુપયોગથી થતાં ભ્રષ્ટાચારનું પ્રમાણ બહુ મોટુ છે. તેની સામેની ફરિયાદો ઓછી મળે છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ કામ થયુ ન હોવા છતાં ઠેકેદારોને નાણા ચુકવે છે. નબળા કામને છાવરે છે. કોન્ટ્રાકટરો સાથેની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવે છે. આ પ્રકારના સત્તાના દુરુપયોગને લગતા ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે લોકોએ જાગૃત થઇને આગળ આવવાની જરૂર છે.

પ્રધાનો સામે પણ ભ્રષ્ટાચારના આરોપ

વિજય રૂપાણીના વન પ્રધાન ગણપત વસાવાની કુલ આવક રૂ.1.70 કરોડની સામે રૂ.3 કરોડથી વધુની સંપતિ જણાઇ છે. મંત્રી વસાવાની કુલ સંપત્તિ રૂ.77 કરોડથી પણ વધુની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધુની થવા જાય છે. તેવા આરોપો લાગ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજ સુધી લીધા નથી.

RTOમાં ભ્રષ્ટાચાર

ACBએ અમદાવાદ RTOમા બે ક્લાર્કને બીજા રાજ્યના વાહનને ટ્રાન્સફર કરવા માટે રૂ. 1 હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. પણ ક્યારેય ઈન્સ્પેક્ટરને પકડી પાડવામાં આવતાં નથી. ખરેખર ભ્રષ્ટાચાર તો અધિકારીઓ અને રાજકારણીઓ કરે છે. અમદાવાદમાં રોજનો રૂ. 10 કરોડનો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને રાજકારણીઓ મળીને કરે છે.

RTOમાં શું ચાલે છે ભ્રષ્ટાચારના ભાવ?

નવું લાઈસન્સ બારોબાર કઢાવવા રૂ. 5000

ટ્રકનું તમામ પાસિંગ રૂ. 10,000

લાઈનમાં ઊભા ન રહેનારા રૂ. 200

રીક્ષાની પાસિંગના બાંધેલા ભાવ રૂ. 100

ટ્રકના પાસિંગના બાંધેલા ભાવ રૂ. 500

ટેમ્પો જેવા કમર્શિયલ વાહન પાસિંગ રૂ. 200

બીજા રાજ્યની ગાડીનું પાસિંગ બદલવા રૂ. 3000

ગાડી નંબર બદલવાના રૂ. 2000

લાયસન્સની નકલ માટે રૂ. 250

ડોક્ટરના પ્રમાણપત્ર માટે રૂ. 50

લક્ઝરી બસ પાસ કરવા રૂ. 5000

લક્ઝરી કાર પાસિંગ રૂ. 3000

ગુના માંડવાળ માટે ગુના પ્રમાણે ભાવ ચાલે છે. તે માટે દલાલ રાખવામાં આવે છે. જેઓ મહિને 10 હજારથી 10 લાખ સુધીનો હપ્તો અધિકારીઓને આપે છે. છતાં દલાલ પ્રથા બંધ કરવામાં આવતી નથી.