મુખ્ય પ્રધાન વડી અદાલતમાં કહે કે હાર્દિક ચૂંટણી લડે તો અમને વાંધો નથી

CM વિજય રૂપાણીના ઢોંગી નિવેદન પર પ્રતિક્રિયા આપતા ધોરાજીના ધારાસભ્ય અને પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તથા હાર્દિક પટેલના સાથીદાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી બે ફામ નિવેદન બાજી એટલે કરી રહ્યા છે કે, પ્રશ્ન ઉપરથી લોકોનું ધ્યાન બીજે ખેંચાય. કોર્ટનો હુકમ આવે તો હાર્દિક પટેલ ચૂંટણી જીતીને બતાવે તેમ છે. તમારામાં તાકત હોય તો સરકાર હાઈકોર્ટની અંદર લેખિતમાં કહો કે, હાર્દિક પટેલેને ચૂંટણી લડવા દેવામાં આવે, હાર્દિક પટેલ ચૂંટણી લડે તો અમને કોઈ પણ વાંધો નથી. કોનામાં કેટલુ પાણી છે તે જામનગર બેઠકમાં મતદારો બતાવી દેશે. કોર્ટમાં કંઈક કહે છે અને જાહેરમાં કાચીંડાની જેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રંગ બદલી રહ્યાં છે. મગરના આંસુ કાઢી રહ્યાં છે.

CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મને હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા અંગે અફસોસ છે. અમે તો ઇચ્છતા હતા કે, હાર્દિક પટેલ ચૂંટણી લડે, એટલે એને ખબર પડે કે કેટલા વીસે સો થાય. જામનગરમાં તે ગયો હતો. અમને અફસોસ છે કે, હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડે, નહિતર એને પણ ખબર પડત કે કેટલા વીસે સો થાય.

મુખ્ય પ્રધાને ગુજરાતની વડી અદાલતમાં કહેવું જોઈએ કે હાર્દિક પટેલને ભાજપ સામે ચૂંટણી લડવા દેવા જોઈએ.