અમદાવાદની નવી સિવિલની કેન્સર હોસ્પિટલમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના પાત્રો જેવા અસલી પાત્રો આવે છે. તેઓ બાળકોના વોર્ડમાં દર શનિવારે 4થી 6 વાગ્યા સુધી મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ એક્ટિવિટીમાં શિક્ષકો, બેંક કર્મચારી, સીએ વગેરે લોકો જોડાય છે. બાળકોને તારે જમીપેની જેમ અહીં મજા પડી જાય છે.
અમદાવાદ ખાતે આવેલ એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ બાળકોના જીવનમાં ખુશી લાવવાનું કાર્ય કરી રહ્યું છે. એક મિત્ર કેન્સરગ્રસ્ત બાળકોને મનોરંજન મળી રહી તે માટે એક્ટિવિટી કરતો હતો. ત્યારબાદ 3 વર્ષથી એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદની નવી સિવિલની કેન્સર હોસ્પિટલમાં દર શનિવારે બપોરે 4થી 6 વાગ્યા સુધી બાળકોને મનોરંજન મળે તે માટે જોકર બનીને મનોરંજન આપે છે. ચહેરા પર રંગ લગાવે છે. માથા પર રંગબેરંગી ટોપી પહેરે છે. બાળકોના વોર્ડમાં નૃત્ય કરે છે. આ ડાન્સમાં બાળકો જોડાય છે. તેઓ પણ ગીત ગાય છે. બાળકો થોડીવાર પોતાની બીમારી ભૂલી જઇને એન્જોય કરે છે.
બાળકોના માતા-પિતા પણ નૃત્ય અને ગરબા રમવા જોડાઇ છે. હમણાં જોકર આવશે અને હસાવશે તેમ બાળકો પોતાના માતા-પિતાને દર શનિવારે કહે છે. આ ઉપરાંત હોસ્પિટલનો સ્ટાફ પણ આ એક્ટિવિટીમાં સપોર્ટ આપે છે. આ ઉપરાંત સરકારી યોજનાની માહિતી, ધાર્મિક સ્થળોએ પગપાળા જતા યાત્રિકો માટે નાસ્તાની વ્યવસ્થા, ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમો અને વિનામૂલ્યે મેડિકલ કેમ્પ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરે છે.
મુન્ના ભાઈ એમબીબીએસ હિન્દી ફિલ્મમાં આવું જ કરવામાં આવે છે. આ ફિલ્મમાં દર્દીઓને આ રીતે મનોરંજન આપી આત્મ વિશ્વાસ વધારે છે.