‘મુન’ સેવા યુરોપ અને ભારત જેવા દેશોમાં નજીકના ભવિષ્યમાં બ્રાઉઝર એક્સ્ટેન્શન શરુ કરાશે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૩: “મુન” નામે શરુ થાયેલા સ્ટાર્ટઅપ બીઝનેસ, લાઈટનીંગ નેટવર્ક દ્વારા એમેઝોન ગ્રાહકો હવે બિત્કોઇન મારફત સામાન ખરીદી શકાશે. હાલમાં આ સેવા અમેરિકા અને કેનેડા પુરતી માર્યાદિત છે. પરંતુ “મુન” સેવા નજીકના ભવિષ્યમાં યુરોપ અને ભારત જેવા દેશોમાં બ્રાઉઝર એક્સ્ટેન્શન વડે પૂરી પાડવામાં આવશે. ટેકક્રંચ ક્રીપ્ટો એજન્સીએ કહ્યું હતું કે આકર્ષક “મુન” નામ સાથે બ્રાઉઝર રીલીઝ કરીને વિશ્વના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકોને સરળતાથી પેમેન્ટ કરવાની સુવિધા કરી આપવામાં આવી છે. દરમિયાન ઓવરસ્ટોકડોટકોમ, નેવેજ અને અન્ય કેટલાંક રીટેઈલરોએ ક્રીપ્ટો પેમેન્ટ કરવાની દિશામાં પહેલ કરી દીધી છે, પણ એમેઝોને હવે સ્વીકૃતિ આપવાનું શરુ કર્યું છે. કોઈ પણ ફી લીધા વગર ફ્યાટમની (કાગળિયું નાણું)ને ક્રીપ્ટોમાં રૂપાંતર કરી આપવાની જાદુઈ પદ્ધતિ “મુન” લઇ આવ્યું છે.

ભારતમાં ગ્રાહકો અને છૂટક વેપારીઓમાં બીઝનેસ વધારવાના એમેઝોને ધરખમ પ્રયાસ આદર્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં એમેઝોને ભારતમાં પોતાના આગવા મેમ્બરોની સંખ્યામાં ૧૦૦ ટકાનો વધારો કર્યો છે. એમેઝોને ભારતના છૂટક દુકાનદારોને તેમના પ્રોડક્ટ વિદેશમાં વેચી શકાય તેવી સરળ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપી છે. અલબત્ત, એમેઝોન હવે દિવાળીના ભવ્ય અને સૌથી મોટા સેલ માટે તૈયાર થઇ ગયું છે. કોઈ સરકારી અંતરાય ઉભા ન થાય તેની સુક્ષ્મ અને ઝીણીમાં ઝીણી કાળજી પણ એમેઝોન હવે લઇ રહ્યું છે.

ભારતમાં કનેક્ટીવીટી અને પોઈન્ટ ઓફ સેલ (પોસ) મશીન જેવી માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા બાબતે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એમેઝોન હવે એ જોવા માંગે છે કે ભારતમાં ઈ-કોમર્સ સેક્ટરનાં નિયમનો હળવા થાય અને આ સેક્ટરમાં સ્થિરતા સ્થપાય. એમેઝોનના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે આ સંદર્ભની દુવિધાઓનાં ઉકેલ માટે અમે ભારત સરકારના સતત સંપર્કમાં છીએ.

ત્રણ વ્યક્તિઓ દ્વારા સ્થાપિત કરાયેલા સ્ટાર્ટઅપ મિટ મુન (ચાંદને ચુંબન) નામે એમેઝોન પરથી તમે લાઈટનીંગ નેટવર્ક મારફત બિત્કોઇન, લિત્કોઇન અથવા ઈથેરીયમ ક્રીપ્ટોકરન્સી થકી ખરીદીનું પેમેન્ટ કરી શકો છો. કંપનીએ ગુગલ ક્રોમ, બ્રાવ, અને ઓપેરા માટે ડેસ્કટોપ બ્રાઉઝર એક્સટેનશન ઉપલબ્ધ કરાવી દીધા છે. “મુન” હવે અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ માટે વિસ્તરણની તૈયારીમાં છે. “મુન” હવે એન્ટરપૃનર્સ રાઉન્ડટેબલ એસેલરેટર (ઈઆરએ)માં પણ હિસ્સેદારી કરવા લાગ્યું છે. તમે એક્સ્ટેન્શન બ્રાઉઝર ઇન્સ્ટોલ કરો કે તરતજ એમેઝોન ચેકઆઉટ પેજ પર આપોઆપ તમારી ઓળખ મેળવી લેશે, એ સાથે જ કંપનીના પોતાના પેમેન્ટ સીસ્ટમમાં તમને પ્રવેશ આપી દેશે. વળી તમે ટ્રાન્ઝેક્શન સ્વીકારો કે તરતજ તમે કેટલી ક્રીપ્ટોકરન્સી મુલ્ય ચૂકવી રહ્યા છો તેની જાણ પણ થશે.

હાલમાં તમને “મુન” બે પ્રકારે પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. લાઈટનીંગ નેટવર્ક વડે તમે કોઈ પણ બિત્કોઇન વોલેટમાંથી પેમેન્ટ કરી શકો છો. બિત્કોઇન બ્લોકચેઈનનાં બિત્કોઇન વોલેટમાંથી આવું પેમેન્ટ સામાન્ય રીતે મીનીટોમાં થઇ શકે છે. પણ લાઈટનીંગ નેટવર્કમાં ચેનલ ખુતા જ પેમેન્ટ ચેનલ સાથે સંપર્ક કરીને કોઈન બેઝ એકાઉન્ટમાંથી તુરંત પેમેન્ટ થઇ જાય છે. જો તમે એપીઆઈ (એપ્લીકેશન પ્રોગ્રામિંગ એકાઉન્ટ) કોઈનબેઝ લીવરેજ ધરાવતા હોવ તો તેમાંથી પણ બિલ્કોઇન, લિત્કોઇન કે ઇથર ક્રીપ્ટોકરન્સી પેમેન્ટ સેકંડ માત્રમાં કરી શકો છો.

જો તમને તત્કાળ પેમેન્ટ સુવિધા જોઈતી હોય તો તમારે બિત્કોઇન વોલેટ સાથે લાઈટનીંગ નેટવર્ક સપોર્ટની પણ આવશ્યકતા રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઈલેક્ટ્રમ જે બિત્કોઇન વોલેટનો વ્યાપક ઉપયોગ કરે છે, તે હવે ઓફ-ચેઈન સ્કેલીંગ સોલ્યુશન સપોર્ટમાં ખુબ જાણીતું નામ બની ગયું છે. પડદા પાછળ તો એમેઝોનમાં પ્રિ-પેઈડ મુલ્ય ચૂકવણીમાં પણ “મુન”નો ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે તમે “મુન” થકી પેમેન્ટ કરો છો ત્યારે તમારી ક્રીપ્ટોકરન્સી આપોઆપ નાણા રૂપાંતરની સેવા પણ પ્રદાન કરે છે. એમેઝોન એકાઉન્ટમાં ટોપ-અપ દ્વારા તમારી બેલેન્સમાંથી પણ આપોઆપ ચુકવણી થઇ શકે છે, આ માટે તમારે કોઈ વધારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી રહેતો.