[:gj]વિશ્વમાં મોટું પણ અરાજકતામાં સૌથી મોટું સ્ટેડિયમ [:]

Largest in the world but the largest stadium in chaos

[:gj]નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરાતી સરખામણી માત્રને માત્ર આંકડાકીય રમતથી છે. મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા છે કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી.

મેલબોર્ન અને મોટેરા સ્ટેડિયમ વચ્ચેનો સૌથી મોટો તફાવત તેની ભૌગોલિક સ્થિતિને લઈને છે. મોટેરા અમદાવાદ મુખ્ય શહેરથી દસથી વધુ કિલોમીટર બહાર છે. જ્યારે મેલબોર્ન સ્ટેડિયમ શહેરની નજીક છે. વળી, જૂનું મોટેરા સ્ટેડિયમ દર્શકોથી ખિચોખિચ હોય તો તેમાં પહોંચવા અને બહાર નિકળવા માટે દર્શકોને જે યાતના વેઠવી પડતી હતી એ હાલાકી નવનિર્મિત સ્ટેડિયમમાં દૂર થાય એવી કોઈ શક્યતા હાલમાં જણાતી નથી. એટલે કે નવનિર્મિત સ્ટેડિયમની તમામ ભવ્યતા લોકો માટે આ સ્થળે પહોંચવામાં સર્જાનારી હાલાકીને લીધે ઝંખવાઈ જાય તો નવાઈ નહીં હોય.

24 ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં સરદાર પટેલ સ્ટેડિયમ દેશને સમર્પિત કરાશે.

દર્શકોની ક્ષમતાની દ્રષ્ટીએ વિશ્વનું નંબર એક ક્રિકેટ સ્ટેડિયમ, પણ લોકોને પડનારી હાલાકીની ઉપેક્ષા
2015થી પાંચ વર્ષના અંતે મૂળ સ્ટેડિયમને ધ્વસ્ત કરીને નવા બનાવાયેલા સરદાર પટેલ સ્ટેડિયમની દર્શકોને સમાવવાની ક્ષમતા વધીને 1,10,000 કરાઈ હોવાનો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા દાવો કરાઈ રહ્યો છે. અગાઉ મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 48,000ની આસપાસ હતી. એક સમયે મોટેરા ગામ હતું જેને પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું છે. જોકે, સ્ટેડિયમમાં પ્રવેશવા અને બહાર નિકળવા માટે અત્યાર સુધી એક જ મુખ્ય ગેટ હતો જેના લીધે દર્શકોએ પ્રવેશવા અને બહાર નિકળવા આ દ્વારમાંથી જ પસાર થવું પડતું હતું. પરિણામે દર્શકોએ કોઈ પણ મોટી મેચ માટે સ્ટેડિયમ પર ત્રણથી ચાર કલાક વહેલા પહોંચવું પડતું અને મેચ બાદ પણ તેમને તેમના ઘરે પહોંચતા સહેજમાં બે-ત્રણ કલાક થઈ જતા હતા. જોકે હવે આયોજકોની જોરદાર વ્યવસ્થાની વાત માની પણ લેવાય તો પણ જો એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં પહોંચશે તો કેવી સ્થિતિ ઊભી થશે એ તો સમય જ બતાવશે.

મોટેરા-મેલબોર્નમાં શો ફેર છે?
મોટેરા સ્ટેડિયમ પર પહોંચવા અમદાવદ કે તેની આસપાસથી લોકો મોટા પ્રમાણમાં તેમના દ્વીચક્રિ કે ફોરવ્હીલર્સમાં આવવાનું પસંદ કરે છે. એક વર્ગ ચોક્કસ પબ્લિક ટ્રાન્સપોર્ટ પસંદ કરે છે પણ સ્ટેડિયમ માટે મોટા પ્રમાણમાં લોકોના પરિવહન માટે પૂરતી કે અનુકૂળ વ્યવસ્થાનો અભાવ છે. આ ઉપરાંત જૂના સ્ટેડિયમ સમયે દર્શકોએ તેમના વાહનો સ્ટેડિયમની આસપાસ આવેલી સોસાયટીઓમાં પાર્ક કરવા પડતા હતા એવામાં એક લાખ લોકો સ્ટેડિયમમાં પહોંચશે તો તેઓ કઈ રીતે સમયસર અંદર પહોંચશે એ મોટો સવાલ છે. આ ઉપરાંત મેચ કે કાર્યક્રમ પૂરો થયા બાદ એક સાથે દર્શકો કઈ રીતે આસાનીથી બહાર નિકળી શકશે એ પણ સવાલ છે. એવું કહેવાય છે કે મેલબોર્નમાં બિઝનેસમેન તેનું કામ પતાવીને આરામથી ઈન્ટરનેશનલ મેચના બીજા સેશનની રમત માણવા જઈ શકે છે. એટલે કે તેને ત્યાં પહોંચવામાં સામાન્ય સમય લાગે છે.

ચાર હજાર કાર્સ અને 20,000 ટૂવ્હીલર્સના પાર્કિંગની ક્ષમતા
જીસીએ દ્વારા માધ્યમોમાં સ્ટેડિયમની ખાસિયતોને વારંવાર જણાવવામાં આવી રહી છે જેમાં સ્ટેડિયમમાં આવનારાઓ માટે પાર્કિંગની જે વ્યવસ્થા દર્શાવાઈ છે એ પણ ખરેખર તો જો સ્ટેડિયમ પૂરી ક્ષમતામાં ભરાશે તો અરાજકતા સર્જાશે એ સ્પષ્ટ લાગે છે. સ્ટેડિયમમાં ચાર હજાર ફોર વ્હિલ અને વીસ હજાર ટૂ વ્હીલ પાર્ક કરવાની વ્યવસ્થા કરાઈ છે એનો અર્થ એ થયો કે ફોર વ્હીકલમાં દરેકમાં પાંચની ક્ષમતા ગણીએ તો વીસ હજાર અને ટૂ વ્હીલમાં દરેકમાં બે જણા ગણીએ તો 40 હજાર એમ કુલ 60 હજાર લોકો તેમના વાહનો દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે તો પછી બાકીના 40 હજાર લોકો સ્ટેડિયમમાં કઈ રીતે પહોંચશે એ એ જોવું રહ્યું. એનો અર્થ એ થયો કે મોટા પ્રમાણમાં લોકોએ તેમના વાહનો પાર્ક કરવા માટે સ્ટેડિયમની બહાર રાખવાનો વારો આવશે. માની લઈએ કે આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પણ સ્ટેડિયમમાં પહોંચે તો પણ તેમના માટે સ્ટેડિયમનો પ્રવેશ આસાન તો નહીં જ હોય. કેમકે તેમણે સ્ટેડિયમની અંદર પહોંચવા ઓછામાં ઓછું અડધાથી એક કિલોમીટર ચાલીને જવું પડશે. http://www.sportsfield.in/ પરથી સાભાર.[:]