રાજકોટ તા. ૨૪: રિક્ષામાં બેસાડીને મુસાફરોને લૂંટતી ગેંગને બી-ડિવીઝનપોલીસે ઝડપી પાડી છે. રાજકોટના લીમડા ચોક અને તેની આસપાના વિસ્તારમાં રિક્ષા ફેરવીને તેમાં મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીન લોકોના ગજવા હળવા કરવામાં આવતાં હતાં. મળેલી ફરિયાદોને આધારે પોલીસે નવાગામના દેવીપૂજક શખ્સ, તેની પત્નિ, ભાઇ અને મેટોડાના એક શખ્સની ટોળકીને ઝડપી લઇને પોલીસની સ્ટાઇલમાં સરભાર કરી છે. આ ગુનામાં પોલીસે નવાગામ મામાવાડીમાં રહેતાં અરવિંદ પોલાભાઇ કાંજીયા તેની પત્નિ કોમલ ,ભાઇ આકાશ તથા મિત્ર રોહિત સોલંકીની ધરપકડ કરી સીએનજી રિક્ષા જીજે૦૩બીયુ-૪૩૯૯, એક મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૭૫૦૦ કબ્જે લીધા છે. અરવિંદ કાંજીયા અગાઉ પણ બી-ડિવીઝન પોલીસ મથકમાં બે ચોરીના ગુના અને એક હથીયારધારા ભંગના ગુનામાં પકડાઇ ચુકયો છે.