રાજકોટમાં રહેતા આશાબેન બુચ છેલ્લાં 13 વર્ષથી બિલાડીના બચ્ચાઓને ઉછેરીને મોટા કરી રહ્યા છે. આશાબેનને 2005માં તેઓના ઘર પાસેથી મળેલા બચ્ચાંઓની સારસંભાળ રાખીને તેમને મોટા કર્યા હતા. ત્યારથી તેઓ બિલાડીના બચ્ચાંઓને પાળી રહ્યા છે. ઉછેર સંતાનની જેમ કરી રહ્યા છે. જ્યારે બિલાડી કોઈ પણ જગ્યા પર પોતાના બચ્ચાંને જન્મ આપે છે. ત્યારે બિલાડી તેના બચ્ચાંને આશાબેનના ઘરે મૂકી જાય છે. આશાબેન બિલાડીના બચ્ચાંને પાળીને મોટા કરે છે. આવા 80 બચ્ચા તેમણે ઉછેરીને બિલાડી પાળી છે. બધી જ બિલાડીઓ સંદર છે. દરેક બિલાડીના નામ તેમણે રાખ્યા છે. ખોરા, દૂધ, સારવાર માટે થતો તમામ ખર્ચ પોતે જ ઉઠાવે છે. બિલાડીના બચ્ચાં બીમાર ન પડે તે માટે આશબેન પશુ-પક્ષીઓ માટે કાર્ય કરતી સંસ્થાઓની મદદ લઇને બચ્ચાંઓનું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવે છે. આ ઉપરાંત શિયાળામાં બચ્ચાંઓને ઠંડી ન લાગે તે માટે ગરમ ધાબળાની પણ વ્યસ્થા કરે છે.