મેઘરજ, તા.૧૦
મેઘરજ નગરને અડીને અરવલ્લીની ગીરીમાળાઓ આવેલી હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ અને અજગરો દેખા દેતા હોય છે, ત્યારે સોમવારના રોજ વાસણા નજીક પેટ્રોલપંપ પાસે સાડા બારેક વાગે અજગરે દેખાદેતા લોકોના ટોળા એકઠા થયા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગના નરેશ ડામોર અને ભદ્રેશ પટેલે ઘટના સ્થળે પહોંચી દસ ફુટના લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો અને દુરના જંગલમાં છોડવામાં આવ્યો હતો.
વિજયનગર તાલુકાના ચંદવાસા ગામેથી રમેશભાઈ બચુજી ડામોરના ખેતરમાંથી બુધવારે 8 ફૂટ લાંબો અજગર વન વિભાગ અને ગામલોકોએ પકડીને જંગલમાં છોડી મુક્યો હતો.