અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારની છીકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો. ૬ ના વિદ્યાર્થીને વર્ગ શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતુંp શાળા છૂટવાના સમયે ક્લાસ ટીચરે વિદ્યાર્થી રૂમમાં હોવા છતાં બહારથી તાળું મારી રફુચક્કર થતા બાળકે કડકડતી ઠંડીમાં રાત વિતાવવી પડી હતી બાળક શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ પણ આખી રાત વ્હાલા સોયા પુત્રને શોધવા ઝળપાટ કરી આંખો વિસ્તાર ખુંદી નાખ્યો હતો બાળક ન મળતા પરિવારજનોમાં ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. વહેલી સવારે પરિવારજનોએ શાળામાં તપાસ કરતા બાળક ક્લાસ રૂમ માંથી થર થર કાંપતી હાલતમાં હેમખમ મળી આવતા હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો જીલ્લા શિક્ષણાધિકારી એ.કે મોઢે મેઘરજ તાલુકા શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપી દીધા હતા
છીકારી પ્રાથિમક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતો મૌલિક રમેશભાઈ ખરાડી નામનો વિદ્યાર્થી બુધવારે સાંજે ક્લાસ રૂમમાં હોવાછતાં શાળા છૂટવાના સમયે શિક્ષકે ગંભીર બેદરકારી દાખવી ક્લાસ રૂમને બહારથી તાળું મારી શાળાના શિક્ષકો ઘરે જતા રહેતા બાળક રૂમમાં પુરાઈ જતા ઘરે ન પહોંચતા પરિવારજનોમાં ફાળ પડી હતી તેના સહાધ્યાયીઓને પરિવારજનોએ પુછાતા મૌલિક અંગે કઈ જાણતા ન હોવાનું જણાવતા બાળક ગુમ થવાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી પરિવારજનોએ સમગ્ર વિસ્તારમાં ભારે શોધખોળ પછી બાળક શાળામાં તો નહિ રહી ગયું હોય નો વિચાર આવતા બાળકના પિતા શાળાના આચાર્યના ઘરે જઈ શાળાની ચાવી લઈ આવતા ક્લાસ રૂમ ખોલતાં મૌલિક બેંચીસ પર થી થર થર કાંપતી હાલતમાં મળી આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. બાળકના પિતા રમેશભાઈના જણાવ્યા અનુસાર શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીના પગલે મારા પુત્ર અને પરિવારે ભારે યાતના માંથી સહન કરવું પડ્યું હતું.
શાળાના આચાર્ય વીણાબેન ભગોરાએ ધો-૬ ના વિદ્યાર્થી શાળાના ક્લાસ રૂમમાં રહી જવા અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે શાળામાં શાળા છૂટવાના સમયે શાળામાં અભ્યાસ કરતા બાળકો ની કમિટી અને શિક્ષકો દ્વારા તમામ રૂમ માં તપાસ કરવામાં આવે છે કે કોઈ બાળક રહી ગયું તો નથી ને તમામ બાળકોને ઓસરીમાં એકઠા કરી ગણતરી કરી ઘરે મોકલવામાં આવે છે બાળક કઈ રીતે ક્લાસ રૂમમાં રહી ગયું એજ ચિંતાનો વિષય અમારા માટે છે કદાચ બાળક બેંચીસ નીચે સુઈ રહ્યો હોય અથવા એને ખેંચની બીમારી હોવાથી ખેંચ આવી ગઈ હોય અને ક્લાસમાં તપાસ કરવા ગયેલ શિક્ષક કે વિદ્યાર્થીઓની નજરમાં ના આવ્યો હોય તેમ જણાવી મને શાળા છૂટ્યા પછી બાળક ઘરે ન પહોંચી તેની તુરંત જાણકારી આપી હોત તો સમગ્ર ઘટના નિવારી શકાઈ હોત તેમ જણાવી બચાવમુદ્રા માં આવી ગયા હતા.