વડાવળ, તા:23 બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પાછોતરા વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. જે સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીઓને તાત્કાલિક સર્વ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ વીમા કંપનીઓની બેદરકારી સામે આવી રહી છે.
આ બાબતે કેટલાંક ખેડુતો અમને કોઈ પણ પડતી ખબર નથી કે કઈ વીમા કંપની દ્વારા ખેતીના પાકની પોલીસી લેવામાં આવી છે અને અમારી પાસે વીમા કંપનીની પોલીસના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ પણ ન હોવાથી વરસાદથી નુકસાન થયેલા ખેતી પાકનું વળતર મેળવવા ફાફા પડી રહ્યા છે જયારે આ બાબતે ડીસા તાલુકાના રાણપુર ગામના જાગૃત ખેડૂત કલ્યાણભાઈ રબારી કેટલીક માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતો બેંકોમાં પોતાનો પાક ધિરાણ લેવા જાય છે ત્યારે બેંકમાં પાક વીમાની રકમ કાપી લેવામાં આવતી હોય છે એક હેકટર દીઠ એકલાખ રુપિયા ની સામે રુપિયા પંચાવનસો ખેડુત ના અને પંચાવનસો રાજય સરકાર પાસે થી વીમા કંપની લઇ ખેડુતો નો પાક વિમો લે છે પરંતુ ખેડૂતને આ બાબતની કોઇ જાણકારી હોતી નથી કે વીમા કંપની ખેડૂતોને કોઈપણ જાતનું ડોક્યુમેન્ટ પણ આપતી નથી જેથી ખેડૂતોને કોઈ જાતની ખબર હોતી નથી કે કઈ વીમાકંપની દ્વારા તેમની પોલીસ લેવામાં આવી છે જેથી ખેડૂતોને વીમા ક્લેમ કરતી વખતે ભારે મુશ્કેલીઓ
…