કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત નાણાં પ્રધાન નીતિન પટેલે કરી હતી પણ તેનો અમલ હજું થયો નથી. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
ભાજપ સરકારે આ જાહેરાત કરી હોવાનું દેખાઇ રહ્યું છે, સરકારની જાહેરાત બાદ આવતીકાલથી 9.61 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે અને એરિયર્સ સાથે ફેબ્રુઆરી મહિનાના પગારમાં તેની ચુકવણી થશે, જુલાઇ 2018થી વધારો માન્ય ગણાશે, અને રાજ્ય સરકાર પર રૂપિયા 771 કરોડનું વાર્ષિક ભારણ વધશે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં રોજગારીમાં સતત વધારો થયો છે, ખાનગી અને સરકારી ક્ષેત્રમાં રોજગારી વધી છે, સ્વરોજગારી માટેની મુદ્રા યોજનાનો લાભ થયો છે, પ્લેસમેન્ટ માટે કોલેજોમાં સીધા ઇન્ટરવ્યું થાય છે, વાયબ્રન્ટ ગુજરાતને કારણે પણ મોટા પ્રમાણમાં રોકાણ થઇ રહ્યું છે, બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી વધી છે
 ગુજરાતી
 ગુજરાતી English
 English