182 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યએ પોતાના પગાર વધારાનો વિરોધ વિધાનસભામાં કર્યો ન હતો.
ચૂંટાતા પહેલાં ધારાસભ્યોની આવક કેટલી હતી. વિધાનસભામાં માત્ર 20 ધારાસભ્યો એવા છે કે તેણે એવી જાહેરાત કરી છે કે તેમની આખા વર્ષની આવક શૂન્ય છે.
8 ધારાસભ્યોની આવક વર્ષે રૂ.2 લાખથી વધું છે.
8 ધારાસભ્યોની આવક રૂ.3 લાખથી વધું હતી.
13 ધારાસભ્યોની આવક રૂ.4 લાખથી વધું હતી.
15 ધારાસભ્યોની આવક રૂ.5 લાખથી વધું હતી.
6 ધારાસભ્યોની આવક રૂ.6 લાખથી વધું હતી.
14 ધારાસભ્યોની આવક રૂ.7 લાખથી વધું હતી.
23 ધારાસભ્યોની આવક રૂ.8 લાખથી વધું છે.
13 ધારાસભ્યોની આવક રૂ.9 લાખથી વધું છે.
6 ધારાસભ્યોની આવક રૂ.10 લાખથી વધું છે.
6 ધારાસભ્યોની આવક રૂ.11 લાખથી વધું છે.
6 ધારાસભ્યોની આવક રૂ.12 લાખથી વધું છે.
45 ધારાસભ્યો એવા છે કે જેમની આવક રૂ.13લાખથી 3 કરોડ સુધી છે. 137 ધારાસભ્યોની આવક 12 લાખથી નીચે છે.
ધારાસભ્ય બન્યા પછી મોટાભાગના ધારાસભ્યોની આવક રાતોરાત વધી જતી હોય છે.
અભણની આવક વધું
ગુજરાતમાં ગ્રેજ્યુએટથી પણ વધુ અભ્યાસ કર્યો હોય તેવા ધારાસભ્યો કરતાં અભણ ધારાસભ્યોની આવક વધુ છે. આજે વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધારા મામલે વિધેયક પસાર થઇ ગયું સામાન્ય પગાર કરતાં હવે 50 ટકા પગાર વધુ મળશે. સામાન્ય પ્રજા મોંઘવારીમાં પિસાઈ રહી છે ત્યારે એક કરોડ રૂપિયાની કારમાં ફરતા ધારાસભ્યોને હાલમાં આ પગાર વધારો ઓછો પડી રહ્યો હતો. હવે ધારાસભ્યોને પગાર વધારાથી બખ્ખાં થઈ જશે.
કોંગ્રેસે પગાર વધારા મુદ્દે સરકારના નિર્ણયને આવકાર્યો છે. વિરજી ઠુમર, ધવલસિંહ પરમાર, અમરિષ ડેર, જેવા કોંગ્રેસના ધારાસભ્યો પણ પગાર વધરાને આવકારી રહ્યાં છે. ધારાસભ્યોના પગાર વધારાના વિધેયકને લઈને લોકોમાં રોષ છે. લોકો મોંઘવારીની મારમાં પીસાઈ રહ્યા છે.