[:gj]ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના સંભુમેળામાં ફરી એક વખત બિહારમાં ચિરાગ પાસવાન ભંગાણ પાડે તેમ છે[:]

[:gj]બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના શંભુમેળાના એનડીએમાં મતભેદ હવે વધારે તીવ્ર બન્યા છે. જેડીયુએ પહેલાથી જ એલજેપીની સામે રહેવાનું વલણ બતાવ્યું હતું. હવે ભાજપે ચિરાગ પાસવાનને અલ્ટીમેટમ પણ આપ્યું છે. ચિરાગ પાસવાન આ ચૂંટણીમાં એનડીએથી અલગ રસ્તો બનાવવા માટે લગભગ તૈયાર છે. અને તેમણે અંતિમ નિર્ણય લેવો પડશે.

ચિરાગ પાસવાન પોતે બિહારની જામુઇ બેઠક અથવા સીતામર્હિથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. વિખવાદોના કારણે જ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે એનડીએમાં બેઠક વહેંચણી અંગે કોઈ ડ્રાફ્ટ જાહેર થયો નથી. ભાજપ આ ચૂંટણીમાં એલજેપીને 25 થી વધુ બેઠકો આપવાના મૂડમાં નથી. ભાજપે એલજેપીને અગાઉ 20 થી 22 બેઠકોની ઓફર કરી હતી, પરંતુ હવે 25 બેઠકો આપવા તૈયાર છે. બીજી તરફ ચિરાગ પાસવાન 30 બેઠકો મેળવવા માંગે છે.

બેઠકોની સંખ્યા સાથે મનપસંદ બેઠકોના સંદર્ભમાં પણ વિવાદ વધ્યો છે. ભાજપ-એલજેપી અને જેડીયુ વચ્ચે આ વાત અટવાઈ રહી છે. સમાધાન ન થાય તો, એલજેપી 143 બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છે, જે ચિરાગ પાસવાને સૂચવી ચૂક્યા છે. પાર્ટીમાં એલ્યુપીપી એનડીએની બહાર જાય તો ખૂબ જલ્દી ચિત્રો સ્પષ્ટ થઈ જશે.[:]