મોટા દાણા વાળી મગફળી ખાવી લોકોને વધારે પસંદ હોય છે. લોકોની આ માંગને ધ્યાને લઈને ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ મોટા દાણા ધરાવતી મગફળીની નવી જાતનું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્ર માટે ચોમાસામાં મોટા દાણાવાળી મગફળી ઉગાડવા માટે ભલામણ પણ કરી છે. મોટા દાણા સિંગ દાણા માટે સારી ચાલે છે. હાલ આવી જાતની કેટલીક મગફળી મળે છે. તેના કરતાં 14.40 ટકા વધારે ઉત્પાદન આ જાત આપે છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા તેના ફાર્મમાં આવી મગફળી ઉગાડીને સફળ પ્રયોગો કર્યા બાદ તેને ખેડૂતો માટે ભલામણ કરી છે. GG HPS 2 નું વાવેતર થાય તો દેશભરમાં ગુજરાતની મગફળી ખારી સિંગ તરીકે વખણાય તેવી છે. હાલ મલેશીયામાં આવી મોટા દાણાવાળી મગફળી મોટા પ્રમાણમાં થાય છે. જે મલેશિયામાં વિદેશથી આવતાં મુસાફરોને મલેશિયા એરલાઈનના દરેક વિમાનમાં સારા ફુડ તરીકે મગફળાના મોટા કદના 4 થી 6 દાણા વાળા મોટા ડોડવા આપવામાં આવે છે. તે રીતે ગુજરાતની સરકારના તમામ હોટેલોમાં કરી શકાય તેમ છે.
GJG HPS 1 મગફળી સૌરાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે તે એક હેક્ટરે 2505 કિલો ગ્રામ મગફળી આપે છે. તેના કરતાં નવી જાત 13.2 ટકા વધારે ઉત્પાદન આપે છે. જ્યારે ICGV 86564 જાતની મગફળી હેક્ટરે 2478 કિલો આપે છે. તેના કરવા મોટા દાણા વાળી મગફળી 14.40 ટકા વધારે ઉત્પાદન આપે છે.
જોકે મોટા કદના દાણાંમાં બીજા જાતો કરતાં તેલનું પ્રમાણે કેટલું છે તે જૂનાગઢ કૃષિ યુનિસર્સિટીએ જાહેર કર્યું નથી. પણ એક વાત એવી પણ તેમાં જણાઈ છે કે, પાનના ટપકા અને ગેરુના રોગો સામે નવી જાત સારી રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે. એવું મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના સંશોધન અધિકારી જણાવી રહ્યાં છે.
તેલનો કૂવો
મોટા દાણામાં ભલે તેન વધું ન હોય પણ આગલા વર્ષે અહીંના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવી જાત શોધી હતી કે જેમાં ભરપુરમાત્રામાં તેલ છે. જે તેલ અને ઉત્પાદન હાલની તમામ મગફળી કરતાં વધારે આપે છે. ખેડૂતો માટે ક્રાંતિ લાવી શકે તેવી આ નવી વેરાયટી છે. સ્પેનિશ મગફળી GJG 32 જે સરેરાશ એક હેક્ટર દીઠ 3,392 કિલો ઉત્પાદન આપે છે. જે બીજી ઉગાડાતી મગફળી કરતાં 15.4થી 22.6 ટકા વધારે ઉત્પાદન આપે છે. બીજી મગફળી 2,800 કિલો હેક્ટર ઉત્પાદન આપે છે.
GJG 32 મગફળીની કમાલ એ છે કે તેમાંથી 53.9 ટકા તેલ નીકળે છે. મગફળીના દાણામાંથી એક હેક્ટર દીઠ 1,253 કિલો તેલ આપે છે. જ્યારે પ્રોટીનનું પ્રમાણ 27.5 ટકા નીકળી શકે છે. બીજી જાતની મગફળી કરતાં આ મગફળીમાં રોગ પ્રતિકાર શક્તિ વધારે જોવા મળે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ જાની મગફળી ઉગાડવા માટે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભલામણ કરી છે. જો GJG 32 મગફળી સમગ્ર વિસ્તારમાં ઉગાડવામાં આવે તો તે તેલના કૂવા જેવી સાબિત થાય તેમ છે. કારણ કે અત્યાર સુધી તેલનું પ્રમાણ 50 ટકાથી ક્યારેય વધ્યું નથી. પણ આ નવા જાતની વેરાયટીમાં તેલનો ભંડાર છે.
સિંગતેલનું જંગી ઉત્પાદન કરવામાં મજબૂત કામ કરી આપે તેમ છે. તેનાથી સૌરાષ્ટ્રની ઓઈલ મીલોને નવું જીવન મળી શકે તેમ છે પણ ખેડૂતોને મગફળીના પૂરતાં ભાવ ન મળે તો શું? એવું ખેડૂતો અને વિજ્ઞાનીઓ સતત પૂછતાં રહે છે.
(દિલીપ પટેલ)