ફેસબુક, ગૂગલ કે માઇક્રસોટમાં નોકરી કરવાનું સ્વપ્ન સાચું પડ્યું છે. ઉત્તર ગુજરાતના મોડાસાના મનવા મોહિબઅહેમદ મજીદભાઈનું સ્વપ્ન સાચું થયું છે. મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સોફ્ટવેર એન્જીનિયરનો અભ્યાસ કરી ગુડગાંવની એક કંપનીમાં નોકરી કરતો ત્યારે વિદેશી કંપની ગુગલના અધિકારી આ કંપનીમાં આવ્યા હતા. મનવાની ઈન્ટેલીજન્સી ધ્યાને આવતાં તેને ઈન્ટર્વ્યુ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુગલ કંપનીએ યુવકને હૈદરાબાદ ખાતેની શાખામાં એપોઈન્ટ કરી દીધો હતો.
યુવકના પિતા મજીદભાઈ મનવા મોડાસામાં ટ્રાન્સ્પોર્ટનો ધંધો કરે છે.