અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આવેલી તત્ત્વ એન્જીનીયરીંગ કોલેજ અને સાબરકાંઠા જીલ્લાના માનગઢ ગામના ધો.૭ પાસ યુવક ઓવેશ ડોડિયાએ પોતાની કોઠાસુજ થી બનાવેલ ગ્લાઈડર પેરાશૂટ (ઉડતું સ્કૂટર) નું લાઈવ પ્રદર્શન મોડાસાની સરકારી એન્જીનીયરીંગ કોલેજના હેલિપેડ ખાતે યોજાતા મોટી સંખ્યામાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
તત્ત્વ એન્જીનીયરીંગ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ ડાયરેક્ટર જયદત્ત સિંહ પુવાર ન જણાવ્યા અનુસાર નાનપણથી પાયલોટ બનવા માંગતા ઇડર તાલુકાના ઓવેશ ડોડીયા અને તત્ત્વ એન્જીનીયર કોલેજના ચંદ્રવીરસિંહ જોદ્ધા નામના વિદ્યાર્થીની મહેનત થી હવામાં ઉડી શકે તેવું પેરા મોટર્સ જેને તત્ત્વ યાન તરીકે પણ ઓળખીયે છીએ જેને સરકારે એસ.એસ.આઈ.પી યોજના અંતર્ગત પસંદ કરી તેને બે લાખ રૂપિયા રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જણાવી આ પેરા મોટર્સને ભવિષ્યમાં કોમર્શિયલ ઉપયોગમાં લઈ શકાય તેમાટે ટેક્નિકલી સંશોધન ચાલુ હોવાના અને ટેક્નિકલી મદદ માટે ભવિષ્યમાં એરોનોટિકલ વિભાગ અને ઈસરોની મદદ મેળવી અમે આ પેરા મોટર્સને વિશ્વસ્તરીયે લઇ જવા માંગતા હોવાનું અને તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટનું મેન્ટર તરીકે નિમણુંકને પણ આવકારી હતી.
ઓવેશ ડોડીયાના જણાવ્યા અનુસાર પેરા મોટર્સનું વજન ૬૦ કિલોમીટર હોવાનું અને ૧૦ હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવતું હોવાનું અને ૧૨ લીટર બળતણમાં ૩ કલાક હવામાં ઉડ્યન કરી શકે છે અને અત્યારસુધી આ પ્રોજેક્ટ પાછળ ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું.